Read Time:30 Second
કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે નદીઓ વહી નીકળી છે. ત્યારે કલ્યાણપુરના નીલકંઠ મહાદેવ મંદિર પાસે પુલ પરથી પસાર થઈ રહેલ યુવાન પાણીના વહેણમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં તંત્ર દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ રહી છે.