જિલ્લાની ૫૦ શાળાના ૨૦૦જેટલા સ્પર્ધકો સામેલ થયા
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાન પિપાસા વધારવા જામનગર જિલ્લાના ધો.૮ થી ૧૨ ના ગ્રામ્યવિસ્તારના બાળકો માટે “નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ”નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ૫૦ શાળાના ૨૦૦જેટલા બાળકો ઉત્સાહભેર સામેલ થયા. આ કવિઝમાં વ્યક્તિગત બાળકોને ૧૫જેટલા વૈકલ્પિક પ્રશ્નો લેખિત સ્વરૂપમાં પૂછવામાં આવેલ. આ ૨૦૦બાળકોમાથી શ્રેષ્ઠ ૧૦બાળકોને રાજયકક્ષાની ક્વિઝ માટે પસંદ કરવામાં આવેલા. કાર્યક્રમમાં સામેલ તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. શ્રેષ્ઠ ૧૦ બાળકોમાં શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય કાલાવડ માંથી શિવ ચેતનભાઈ ચોવટીયા,કુશવાહા રવિરાજ બલવંતભાઈ , શ્રી ડેલ્ટા પ્રાથમિક શાળા સોયલ માંથી જોશી હર્ષ ભીખુભાઈ, શ્રી નવજીવન વિદ્યાલય કાલાવડ માંથી ધંધુકિયા હિર્વિતા સુરેશભાઈ , શ્રી જે .પી એસ સ્કૂલ કાલાવડમાંથી તાડા હેત વિપુલભાઈ , શ્રી ખાખરા પ્રાથમિક શાળા ધ્રોલમાંથી જાડેજા માહિરાજસિંહ મજબૂતસિંહ,શ્રી કે.વી. માકડિયા જામજોધપુર સંતોકી ઓમ સંજયભાઈ ,શ્રી આર .એમ. તિલવા જામજોધપુરમાંથી જાવિયા જશ પ્રદીપભાઈ , ડઢાણીયા માધવ જીજ્ઞેશભાઈ, વડાલિયા માધવ કુમનભાઇ ને રાજ્યક્ક્ષાની “નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ”માટે પસંદ કરવામાં આવેલ.
પ્રતિ
તંત્રીશ્રી,
માનનીયશ્રી,
ઉપરોક્ત પ્રેસનોટે આપના સમાચારપત્ર માં પ્રસિદ્ધ કરવા વિનંતી.
આપના સહકારની અપેક્ષા..........
આભાર
ડો સંજય પંડ્યા
એજ્યુ . ડાયરેક્ટર
એમ ડી મહેતા એજ્યુ .ટ્રસ્ટ
ધ્રોલ
રિપોર્ટર લલીતભાઈ નિમાવત બાલંભા