આજ 28-09-2025, રવિવાર ના રોજ, શ્રી હેમુગઢવી હોલ,રાજકોટ ખાતે સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં 430 થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, 94 જેટલા વિદ્યાર્થીઓ ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત 35 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પીચ માટે નામ નોંધાવ્યા હતા અને વિદ્યાર્થીઓએ ખુબ જ અસરકાર સ્પીચ આપી હતી.
આ કાર્યક્રમ મા રાજકોટ ના શિક્ષણ સાથે જોડાયેલા નામાંકિત લોકો એ હાજરી આપી હતી. જેમાં કમલેશ જોષીપુરા (પૂર્વ કુલપતિ) સાહેબ, ડી વી મહેતા (અધ્યક્ષ શ્રી સ્વનિર્ભર શાળા સંચાલક) સાહેબ, જતીન ભરાડ (પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક) સાહેબ તેમજ ઘણા શિક્ષણવિર્દ મહાનુભાવો એ હાજરી આપી. આ સિવાય પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ એ પણ હાજરી આપી. તેમજ રાજકોટ અને આજુબાજુ ના એરિયા માં થી મુસ્લિમ સમાજ ના ડોકટરો, મેડિકલ ઓફિસર, શિક્ષકો તેમજ આગોવાનો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ મખયત્વે સુમરા સમાજ ના બાળકો ને પ્રોત્સાહિત કરવાના હોવાથી રાજકોટ તેમજ 52 ગામની નાત માં થી સુમરા સમાજ ના પ્રમુખો, સરપંચ , આગેવાનો, કાર્યકરો, વડીલો, તેમજ બહોળી સંખ્યા માં વાલીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આખો હોલ ખીચો-ખીચ ભરાય ગયો હતો તેમજ વિદ્યાર્થીઓ & વાલીઓ માં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટર:યાસીન દોઢિયા