તેમનું નરેશભાઈ બેન્કર દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વિડજ, કરસનપુરા, બાવલું ગ્રામ મુકામે મીટીંગ કરી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન માં ચાલતી વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા જેમાં કડીના અગ્રણીઓ શ્રી ભરતભાઈ પરમાર (નવસર્જન ), શાંતાબેન સેનમાં(નવસર્જન ),નરેશભાઈ સોલંકી- બેન્કર, કનુભાઈ યુ. પરમાર, રાજુભાઈ પરમાર, જનકભાઈ ચાવડા ,સુરજભાઈ ઝાલા, ભાવેશભાઈ પરીખ-પત્રકાર , અશોકભાઈ વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન રૂબરૂ મુલાકાત કરી પેલેસ્ટાઇનમાં પ્રવર્તમાન પરિસ્થિતિથી સહુને વાકેફ કરી . આ ભયાનક પરિસ્થિતિનો સૌથી મોટો ભોગ નિર્દોષ બાળકો સતત બની રહ્યા છે. ગોળીબારથી વીંધાઈ જવા ઉપરાંત માનવસર્જિત ભૂખમરો તેમના મૃત્યુનું મોટું કારણ છે. સરકારી આંકડા મુજબ ૬૫૦૦૦ થી વધુ મોતને ભેટ્યા છે .પણ બિનસત્તાવાર રીતે મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધુ અને ચિંતાજનક છે.
‘વૈશ્વધૈવ કુટુંબક્મ’ ( વિશ્વ એક કુટુંબ છે ) તે આપણી સાંસ્કૃતિક ભાવના છે અને દુઃખની ક્ષણોમાં અન્ય માનવોના પડખે ઉભું રહેવું તે આપણી ભારતીય સંસ્કૃતિ છે.
સામાન્ય નાગરિકો તરીકે આપણી ઈચ્છા રાજકારણ દૂર રહે અને શાંતિ સ્થપાય તે છે. દલિત શક્તિ કેન્દ્રમાં વિદ્યાર્થી-શિક્ષકોના પરિશ્રમથી એક નવતર સંદેશ આપતી ખાસ મીણબત્તી બનાવેલ છે. દલિત શક્તિ કેન્દ્ર , નાની દેવતી ખાતે તારીખ : ૫ મી ,ઓક્ટોબર,૨૦૨૫ ને રવિવારના રોજ, સવારે ૧૧ થી ૧.૩૦ વાગ્યા સુધી મીણબત્તી જાહેરમાં ખુલ્લી મુકવામાં આવશે.આ મીણબત્તીના દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા અને તેના દ્વારા શાંતિનો સંદેશ બળવત્તર બનાવવા દલિત શક્તિ કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું છે..
તમામ લોકોને દલિત શક્તિ કેન્દ્ર ખાતે સહભાગી થશો. આ પ્રસંગે ભારત ખાતેના પેલેસ્ટાઇનના માનનીય રાજદૂત શ્રી, હીસ એક્સેલેનસી, શ્રીમાન અબ્દુલ્લાહ મોહમ્મદ અબુ શવેશ, દલિત શક્તિ કેન્દ્રમાં ખાસ હાજર રહેશે..
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા