ગીર સોમનાથ જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર નો એવોર્ડ પટેલ સુમેરા બેન નાવેદભાઈ ને 31000 રૂપિયા રોકડ રકમ તેમજ શીલ્ડ તેમજ સર્વં શ્રેષ્ઠ તેડાગર નો મેઘનાથી મીનાક્ષી બેન ને 21000 રૂપિયા રોકડ તેમજ શીલ્ડ મળેલ છે 2022- 23 નું આ એવોર્ડ સરકાર શ્રી દ્વારા આ બંને બહેનો ને આપવામાં આવેલ છે , ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વાર કોઈ મુસ્લિમ વિસ્તાર ની આંગણવાડી કાર્યકર બહેનો ને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે જે બદલ આ બંને બહેનો સન્માનિત કરવા માટે જમિયત ઉલમા ગીર સોમનાથ તરફથી તારીખ 3/10/ 2025 શુક્રવારે સવારના 12 : 00 વાગે બાગે રહેમત માં આવેલ આ આંગણ વાડી ખાતે ફારૂક મલિક પેરેડાઇઝ ની આગેવાનીમાં પુષ્પ ગુચ્છ અને શિલ્ડ આપી સન્માનિત કરવા માટે નો પ્રોગ્રામ રાખવામા આવેલ
સોસા મંજુલાબેન (સુપરવાઇઝર) દ્વારા આ બંને બહેનોની કામગીરીને બિરદાવવામાં આવેલ તેમજ તેમણે એવું પણ કહેલ કે આ 4000 ની વસ્તી ધરાવતા વિસ્તારમાં બંને બહેનો બહુ જ સારી કામગીરી કરી રહ્યા છે
આ પ્રસંગે મુસ્લિમ સેવા સમાજના પૂર્વ પ્રમુખ અનવર ભાઈ ચૌહાણ કાઉન્સિલર અહેમદભાઈ સોપારી વાલા, એડવોકેટ શીરાઝ પંજા, ઈકબાલભાઈ મુકામી, કાસમ ભાઈ ભરૂચા (ભાડાલા), અલ્તાફ અબ્દુલ સતાર મુગલ (હાસુ), બિલાલભાઈ કેશોદવાળા, (બાબાશેઠ), સોસા મંજુલાબેન (I C D S)ના સુપરવાઇઝર, દિવ્યેશ ભાઈ (આરોગ્ય શાખા) ના M P W, દિલાવર બાપુ, અબ્દુલ ગફાર માયા, ઉંમર ભાઈ ઝીકાણી, ઈમ્તિયાઝ ભાઈ બાદશાહ, શાહીદ ભાઈ પટની તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહી બંને બહેનો ને સન્માનિત કરી તેમની કામગીરીની સરાહના કરવામાં આવેલ
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર