હળવદના ભુવા ફિરોઝ સામે કાનુની કાર્યવાહીની માંગ કરતું વિજ્ઞાન જાથા.
ફિરોજે હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હિન્દુ નામ ધારણ ન કર્યું.
રવિવાર–મંગળવારે ધૂણીને લોકોના દુઃખ-દર્દ મટાડવાનું કામ કરતો હતો.
હિન્દુ-મુસ્લિમ સમાજના જાગૃતોએ જાથામાં રૂબરૂ માહિતી આપી.
રહીશો ભુવાના કારણે પરેશાન આખી રાત જોવાનું કામ કરતો હતો.
સરકારી જમીનમાં ગૌ શાળા ઉભી કરી દીધી. હિન્દુઓનો વિશ્વાસ મેળવ્યો.
ભુવાએ બે દિકરી પછી દિકરાની જાહેરાત ખોટી સાબિત.
જાથાની રજુઆત-અરજી સંબંધી ફિરોજ સામે ગુન્હો દાખલ થશે.
અમદાવાદ : મોરબી જિલ્લાના હળવદ ગામમાં ધ્રાંગધ્રા દરવાજા પાસે ઘરમાં મોગલ માતાજીનો મઢ બનાવી છેલ્લા દશ-બાર વર્ષથી લોકોના દુઃખ-દર્દ મટાડવા, દાણા જોવાના ધતિંગ કરનાર ભુવો ફિરોજ યુનુસ સંધિના ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે હળવદ પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો હતો. ભુવા સામે ગુન્હો દાખલ કરવા વિધિવત અરજી આપવામાં આવી હતી. પોતે સાડા પાંચસોને સંતાન પ્રાપ્તિ કરાવ્યાનો દાવો પોકળ સાબિત થયો હતો. હિન્દુ ધર્મનો અંગીકારનો પુરાવો આપી ન શકનાર ભુવો, બોગસ સાબિત થયો હતો.
બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે છેલ્લા ૬ માસથી ટેલીફોન-મોબાઈલ અને રૂબરૂમાં માહિતી આપવામાં આવી હતી તેમાં ભુવો ફિરોજ છેલ્લા દસ-બાર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી રવિવાર-મંગળવારે લોકોના દુઃખ-દર્દ જોવાનું કામ, સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, પ્રેમ લગ્ન, છુટાછેડા, રૂપિયા પરત મેળવવા સંબંધી ધૂણીનું કામ કરી ટેક-બાધા રખાવી, ધાર્મિક ચીજવસ્તુ મંગાવી લોકો સાથે શારીરિક-માનસિક-આર્થિક છેતરપિંડીનું કામ કરે છે. ભ્રમમાં નાખી, માતાજીનો પ્રકોપ બતાવી મંગળવાર ભરવાનો આગ્રહ રાખે છે. સાગ્રીતોની ટોળકી રાખવાથી, ભોગ બનેલા ફરિયાદ કરવા આગળ આવતા નથી. રહીશોને આખી રાત ચહલપહલના કારણે ઊંઘમાં ખલેલ પડે છે. માથાભારે હોય તેની સામે પડતા ડર અનુભવે છે. દાણાની પાટ નાખી પોતાના માણસોની મીલીભગતથી લોકોને ઉલ્લું બનાવે છે. બે-ત્રણ મહિલાઓ માંડવામાં ભુવાને મદદ કરવા એકબીજા ધૂણીને નિર્દોષને ભોળવવાનું કામ કરે છે. બે દિવસ મઢમાં મોટો ત્રાસ રાખવાથી ભાવિકો રૂપિયા મુકે છે, તે રકમ મોટી હોય છે. ખરાબાની જમીનમાં ગૌ શાળા બનાવી હિન્દુઓને આકર્ષે છે. વાસ્તવમાં ધર્મ પરિવર્તન કર્યાની વાત ખોટી છે. સરકારી કોઈ આધાર પુરાવા નથી. હિન્દુનું નામ ધારણ કર્યું નથી. આ શખ્સ ભવિષ્યમાં મોટો ગુન્હો આચરે તેમ હોય અટકાવવો જરૂરી છે. પોતાને રસ્તામાં મોગલ માતા મળ્યાની વાત ઉપજાવી કાઢી છે. ભ્રમ-વિભ્રમમાં નાખી લોકોને માનસિક ઈજા પહોંચાડવાનું કામ કરે છે તેવી હકિકત મુકવામાં આવી હતી.
જાથાના કાર્યાલયે અનેકવાર માહિતી રૂબરૂ આવતા ખરાઈ કરવા કાર્યકરોને મોકલતા તેને પણ ટેક રાખી બોલાવતો ભુવો વાસ્તવમાં ખોટો હોવાનું બહાર આવ્યું હતું. ત્રાસમાં રૂપિયા સાગ્રીતો મુકાવતા હતા. ધાર્મિક વસ્તુ ચૂંદડી, કંકુ વિગેરે માતાજી પાસે મુકાવતા હતા. અમુક માણસો તેના સાગ્રીતોની હાજરી કાયમી હોય તેવું લાગતું હતું. ભુવા ફિરોજે લોકોના મગજ, બ્રેનવોશ કરી સાચી સમજ ન આવે તેવું વાતાવરણ ઉભું કર્યું હતું. હકિકત પછી પર્દાફાશનું નક્કી થયું હતું.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, મોરબી જિલ્લા પોલીસ વડા પાસે પર્દાફાશ માટે હળવદ પોલીસ સ્ટેશનની મદદની માંગણી કરી હતી. જેમાં પો.ઈન્સ. આર. ટી. વ્યાસ, ‘ડી’ સ્ટાફ, મહિલા પોલીસ કર્મીઓ સહિતની ફાળવણી કરવામાં આવી હતી.
જાથાના જયંત પંડયાએ ફિરોજના ઘરે મઢમાં આરતી વખતે ત્રણ માણસોને ગોઠવી દીધા હતા. પુરાવા એકઠા કરતા હતા. ભુવો પાખંડલીલા ચલાવતો હતો તેવું વાતાવરણ સ્પષ્ટ લાગતું હતું. ફિરોજના ઘરે ૯૫ ટકા હિન્દુના લોકોનો સમુહ જોવા મળતો હતો. મુસ્લિમ સમાજના સદસ્યો જોવા મળતા ન હતા. આસપાસના રહીશો નારાજ હોવાનું બહાર આવ્યું હતું.
જાથાના જયંત પંડયા, તેની ટીમ, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ, ‘ડી’ સફ, પો. ઈન્સ. આર. ટી. વ્યાસ ધ્રાંગધ્રા દરવાજાની અંદર રાવલ ફળીમાં મઢે પહોંચી ગયા. પોલીસ જાથાની ટીમને જોઈને અફરાતફડી થઈ ગઈ હતી. ૩૦૦ લોકો જોવડાવવા બેઠા હતા, ત્રાસમાં મોટી રકમ સૌ કોઈએ જોઈ હતી. માતાજીના સ્થળે પહોંચી ભુવા ફિરોજને પરિચય આપતા ગુસ્સામાં બીજે કેમ જતા નથી. ભુવાની ધમાલ, ઉશ્કેરાટ કરવાની વૃત્તિ હતી. ધૂણવું, ભ્રમમાં નાખવું, માતાજીનો ડર બતાવવો, કાનુની અપરાધ છે તેની વાત કરતાં તેના ભકતો અવરોધ ઉભો કરી રૂપિયા લેતા નથી. ભુવા માટે ઝઘડો કરવા તૈયાર હોવાનું માલુમ પડતા પરિસ્થિતિ પામી ભુવાને પોલીસ સ્ટેશને બોલાવવાનું નક્કી થયું. કાયદો વ્યવસ્થા બગડે નહિ તે માટે સ્થળ ઉપર પરિસ્થિતિ મુજબ જાથા-પોલીસ તંત્રે કામ લીધું હતું. બે મિનિટ જાથા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ભુવા તેના શ્રધ્ધાળુ, સાગ્રીતોનો મનસુબો સફળ થયો ન હતો. સ્થાનિક એક પત્રકાર ટી.વી. ચેનલવાળાએ ભુવાની તરફેણ કરતાં માણસોમાં ઉશ્કેરાટનું કામ કર્યું હતું તેવું લાગ્યું હતું. ભુવા ફિરોજ સાથે મિલીભગત જાથાને લાગ્યું હતું.
ભુવો ફિરોજ તેના સમર્થકો સાથે પોલીસ સ્ટેશને હાજર થયો. જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે માતાજીનો ડર બતાવવો, ભ્રમમાં નાખવું કાનુની ગુન્હો બને છે. સમર્થકોના કારણે ભુવો જાથાની વાત માનવા તૈયાર ન હતો. જાથાને કીધું કે મેં હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો છે પણ તેના પુરાવા રજૂ કરી શક્યો ન હતો. હિન્દુ નામ રાખવામાં શું વાંધો છે ? જવાબ આપી શકયો ન હતો. ભુવા કરતા સમર્થકો અવરોધ કરતા હતા. જાથાએ બધાની હાજરીમાં કીધું ભારતભરમાં કામ કરીએ છીએ તમારાથી ફાટી પડતા નથી. કાયદેસર થશે.
ત્રણવાર ભુવા પાસે જોવડાવવા ગયેલ મહિલા કાર્યકર ફરિયાદની અરજી આપી હતી. પોલીસે તપાસ કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે કાયદો-વ્યવસ્થા જાળવવાની સૌની જવાબદારી છે. ભુવાને તેના ધતિંગ બંધનો ડર હતો. ગામ આખામાં ખબર પડી જતા ભુવો ફિરોજ વિરૂદ્ધ વાત મુકી હતી. ગૌ શાળાની તપાસ કરાવજો, ભુવાની આવક શું છે ? માંડવામાં ધૂણે છે ત્યારે રૂપિયાનો વરસાદ તેના સાગ્રીતો કરે છે. એક-બે મહિલા ધૂણે છે તે ભુવાની સાગ્રીત છે. હકિકત મુકવામાં આવી હતી.
આગામી એક-બે દિવસમાં ભુવા ફિરોજ સામે વિધિવત ફરિયાદ દાખલ થશે. મોગલ માતાના મઢ બનાવી છેતરપિંડી આચરતો હોય ધતિંગ બંધ થશે તેવી ભુવાને ખાત્રી થઈ ગઈ હતી. આખી રાત જોવાનું કામ રહેણાંક વિસ્તારમાં કરી ન શકાય તે કાયદા વિરૂદ્ધ છે તે સંબંધી અરજીની તૈયારી છે. સરકારી જમીનમાં ગૌ શાળાનું દબાણ દૂર થશે તેવી તંત્રે ખાત્રી આપી હતી. ભુવાને પોતાનો પર્દાફાશ થઈ ગયાનું માલુમ થવાથી વિવેક ગુમાવી ચૂકયો હતો. પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
જાથાના જયંત પંડયા, તેની ટીમ, પો. ઈન્સ. આર. ટી. વ્યાસ, પોલીસ કર્મીઓએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. આ કામમાં ડીવાય.એસ.પી. સારડા તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ જાથાએ ભુવા ફિરોજ બાબતે વાત કરી હતી.
અંતમાં, ભુવા ફિરોજ વિરૂદ્ધ ફરિયાદ કરવા પીડિતો આગળ આવે તેવી અપીલમાં મો.નં. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
ફોટો તસ્વીર ઃ હળવદ ધ્રાંગધ્રા દરવાજા પાસે ભુવો ફિરોજ યુનુસ સંધિ માતાજીના મઢમાં દ્રષ્ટિપાત થાય છે તેની પુછપરછ કરતાં જાથાના જયંત પંડયા સાથે પો. ઈન્સ. વ્યાસ નજરે પડે છે. ત્યાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓ, પોલીસ સ્ટાફ દ્રષ્ટિપાત થાય છે.
માન. તંત્રીશ્રી.
આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯