દિવ્યાંગ બાળકો સાથે દિવાળી ઉત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો
કોડીનાર: જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે વિવિધ ઉજવણી તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ તારીખ 11 ઑક્ટોબર 2025, શનિવારના રોજ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી
સંસ્થા પરિસર — ચોરવાડી હનુમાનજી મંદિરની બાજુમાં, બાયપાસ રોડ, કોડીનાર ખાતે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકો તથા ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીત દ્વારા કરી હતી, જેમાં બાળકો દ્વારા ડ્રમ, ઢોલ અને હાર્મોનિયમ જેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પર સંગીત રજૂ કરવામાં આવ્યું હતું.
ઉત્સવ દરમિયાન દિવ્યાંગજનો દ્વારા બનાવવામાં આવેલા હેન્ડમેઇડ દીવડાં, ડેકોરેશન આઈટમ્સ અને અન્ય આર્ટ પ્રોડક્ટ્સના વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. કોડીનાર તથા આસપાસના પ્રજાજનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ખરીદી કરી દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપ્યું હતું.
તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા રંગબેરંગી રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે બાળકો, વાલીઓ અને ઉપસ્થિત લોકો સાથે મળીને ફટાકડા ફોડવાની મોજમસ્તી કરી દિવાળી ઉત્સવની ઉજવણી આનંદપૂર્વક કરવામાં આવી હતી.
આ ઉજવણીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોમાં સામાજિક સ્વીકાર, આત્મવિશ્વાસ અને આનંદનો વિકાસ કરાવવાનો હતો.
લોકોએ બાળકો દ્વારા તૈયાર કરાયેલ પ્રોડક્ટ્સની ખરીદી કરીને “દિવ્યાંગ બાળકોની સ્વાવલંબન યાત્રા”માં સહભાગી બની જીવનદીપ ટ્રસ્ટના પ્રયત્નોની પ્રશંસા વ્યક્ત કરી હતી.
અંતે ટ્રસ્ટીશ્રી, શિક્ષકો અને વાલીઓએ તમામ સમાજજનોને આભાર વ્યક્ત કરી અપીલ કરી કે —
“દિવ્યાંગ બાળકોના ઉત્સાહવર્ધન માટે આપનો સહકાર અમૂલ્ય છે;
ચાલો, મળીને આ ઉજવણીને વધુ ઉજળી બનાવીએ.”
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર