Mahir Kalam News

News Website

સુરત ભૂઈમાનો કિસ્સો સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક સુરતમાં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

સુરત ભૂઈમાનો કિસ્સો સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક સુરતમાં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું
Views: 56
0 0

Read Time:11 Minute, 24 Second

૩ વર્ષની ઉંમરે દિકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું.

છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે છેતરપિંડી.

જાથા સમક્ષ ભુઈ જાનુમા ત્રણ વાર રડીને મારે ધૂણવં નથી, માતા-પિતાની દબાણથી કરું છું.

ભુઈએ ધૂણવાનું બંધ કરતાં માતા-પિતાએ ઢોર માર મારી ઈજા પહોંચાડી.

ભુઈની માતાએ સાત સંતાનને જન્મ આપ્યો તેમાંથી ચાર જીવિત છે.

નિઃસંતાનને દિકરી આપી મોટી રકમ પડાવી.

પ્રિયાબેન, જયસુખભાઈ બરવાળીયાએ છેતરપિંડી સાથે ધતિંગલીલા બંધની જાહેરાત કરી.

જાથાએ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ, સહિત અધિકારીઓનો આભાર માન્યો.

વિજ્ઞાન જાથાનો ૧૨૭૮ મો સફળ પર્દાફાશ. ઉત્રાણ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ઠ કામગીરી.

અમદાવાદ : સુરત વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં

રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈમાં બનાવી છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપિંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ઉત્રાણ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૭૮ મો સફળ પર્દાફાશ કર્યો હતો. સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક ચોંકાવનારી વિગત બહાર આવી હતી. નાની ઉંમરની દિકરીને ભૂઈમાનું કામ પસંદ ન હોય સ્વૈચ્છાએ છોડી દેવાથી માતા-પિતાએ ઢોર માર મારી દિકરી જાનુને ઈજા પહોંચાડી હતી. પર્દાફાશમાં આર્થિક છેતરપિંડી સાથે સેકસ કાંડની વિગત બહાર આવતા જાથા પોલીસ ચોંકી ગયું હતું.

બનાવની વિગત પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના જયસુખ ઉર્ફે જયેશભાઈ જીણાભાઈ બરવાળીયા, પ્રિયાબેન ઉર્ફે પુષ્પાબેન ભાવનગર જિલ્લાના ડમરાળા ગામના બંને પતિ-પત્નિએ ષડયંત્ર કરી પાંચમી દિકરી જાનુનો ચુડેલ માતાનો અવતાર, મોગલ માં ની ભુઈ જાહેર કરી ધૂણતા સાથે આરતીમાં તલવારનો રાસ શીખવી દીધો હતો. ભુઈ જાનુ આઈને દુઃખ-દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા-રોજગાર માટે ટેક-બાધા રખાવી, પીડિતોના પ્રશ્ન ઉકેલવા ૨૧,૦૦૦ થી દોઢ લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસુલ કરવામાં આવતો હતો. છેલ્લા દસ-બાર વર્ષથી આરતી વખતે ધૂણવું, તલવારનો રાસ કરી દિકરી ભુઈ શ્રધ્ધાળુઓને પ્રભાવિત કરવામાં સફળ થઈ હતી. રવિવાર-મંગળવારે લોકો જોવડાવવા આવતા હતા. અપરણિત યુવાનો સમસ્યાના હલ માટે આવતા રાત્રિના બે વાગ્યા સુધી બેસાડી પ્રલોભન આપી વિકૃત હરકતના ફોટો-વિડીયોગ્રાફી માતા-પિતા કરી લેતા હતા. બ્લેકમેઈલીંગ પ્રવૃતિ અજમાવી હતી. ભુઈ જાનુના વિડીયો બનાવી ધૂણવા મજબુર કર્યાનું અને સેકસ કાંડ-બળાત્કારની સંભાવનાની માહિતી પ્રાપ્ત, રૂપિયા પડાવવાનું કારસ્તાન સાથે દિકરી ભૂઈમાને ઢોર માર માર્યાની હકિકત જાથાને મળી હતી. સુરતના જાગૃતે જાથાને જયસુખ બરવાળીયા કદી કામ-ધંધો કર્યો નથી. પરિવાર છેતરપિંડી સાથે શ્રધ્ધાળુઓના ઘરે પધરામણી વખતે ચોરી કર્યાની હકિકત મળી હતી. માતા પ્રિયાબેને રાત્રિના મોડે સુધી બેસતો સેવકે માતાજી ભુઈ જાનુ ઉપર શારીરિક સંબંધની ચોંકાવનારી હકિકત સામે આવતા જાથાએ વિશેષ માહિતી મેળવવાનું નક્કી કર્યું હતું. ઘરમાં માતાજીનો મઢ, અનેક દેવ-દેવીના ફોટા, ધૂપ-દિવા, અખંડ ધાર્મિક ચીજવસ્તુ રાખવામાં આવી હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અગાઉ મળેલ હકિકત આધારે ખરાઈ કરવા સદસ્યા ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, રવિ પરબતાણીને મોકલવામાં આવી અનેક ચોંકાવનારી હકિકત પ્રાપ્ત થઈ હતી. સેકસ કાંડ-રૂપિયા પડાવવાનું સાધન ભુઈ જાનુને હાથો બનાવવામાં આવ્યાનું સાંપડયું હતું. પુરાવા મળી જતા પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું.

જાથાના જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંઘને પર્દાફાશ માટે ઉત્રાણ પોલીસ સ્ટેશનની મદદની માંગણી કરવામાં આવતા પોલીસ તંત્રે પો.ઈન્સ. ડી. યુ. બારડને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. જાથાને મદદ કરવા પો.ઈન્સ. એન. જી. પટેલ, એ.એસ.આઈ. દિલીપભાઈ દાનાભાઈ, હેડ કોન્સ્ટે. સુખીબેન દાનાજી, હેડ કોન્સ્ટે. પાયલબેન ભીમજીભાઈ, પો. કોન્સ્ટે. વિજયભાઈ સુરજીભાઈ, પો. કોન્સ્ટે. મુકેશભાઈ મોહનભાઈ પોલીસ ગાડી ફાળવવાાં આવી હતી.

રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, સ્થાનિક કમળાબેન મકવાણા, કિંજલબેન પટેલ, ઉત્રાણ પોલીસ સ્ટેશને પર્દાફાશના સમયે જવાનું નક્કી थयं.

જાથાના ચેરમેન જયંત પંડ્યા, તેની ટીમ, પો. ઈન્સ. એન. જી. પટેલ પોલીસ કાફલો ભુઈ જાનુ આઈને ઘરે પહોંચી ગયો. અચાનક પોલીસ સ્ટાફ જોઈ જયસુખભાઈ બરવાળીયા હેબતાઈ ગયો. માતાજીના મઢને બદલે બાજુના રૂમમાં લઈ જતા હતા ત્યાં મઢમાં ધૂપ-આરતીનો અવાજ, માણસો જોઈ જતા અંદર ગયા. માતાજીની ભુઈએ ધૂણવાનું બંધ કરી દીધું. જાથાના પંડયાએ પરિચય આપ્યો. ગોરખધંધાની વાત કરી દીધી. એક શ્રધ્ધાળુ માંડવામાં જાનુ આઈને હાજરી માટે ૨૧,૦૦૦/- નો વાયદો લઈને આવ્યા હતા. પરિસ્થિતિ જોઈ માફી માંગવા લાગ્યા. ઉત્રાણ પોલીસ તંત્રે પુરતી તકેદારી રાખી હતી. બરવાળીયા પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું. જાથાના પંડયાએ જાનુ આઈને પુછતા ભાંગી પડયા હતા. મારે ભૂઈમાનું કામ કરવું નથી. મારા મા-બાપ પરાણે કરાવે છે. ધૂણું નહિં તો મને માર મારવામાં આવે છે. માતાજીના કપડા, ઝાંઝર, કડા, બંગડીઓ પરાણે પહેરાવવામાં આવે છે. મને કંઈ આવતું નથી, આવડતું નથી. તલવાર રાસ આરતી વખતે કરું છું. હું કંટાળી ગઈ છું. મારે ભણવું છે. મને ભણતા ઉઠાડી લેવામાં આવી છે. પોતાની ઉંમર ૧૫ વર્ષની છે. ભુઈને નાની ઉંમરે શરીર શોષણની ચોંકાવનારી વિગત આવતા મા-બાપે બળાત્કારની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જાથા સમક્ષ ત્રણવાર રડીને ભુઈ જાનુ આઈને સત્ય હકિકત આપી દેવાથી સોંપો પડી ગયો હતો. માતા-પિતાની હાલત કફોડી બની ગઈ હતી. યુવાનો પાસે રૂપિયા પડાવવાની હકિકતનો આંકડો જાથાને પ્રાપ્ત થયો હતો. નાની વયની ભુઈમા પાસે રાત્રિના બે વાગ્યા સુધી યુવાન સહિત પીડિતો બેસતા હતા. પ્રિયાબેન અને જયસુખ બરવાળીયા વારંવાર જાથાને પગે પડી જતા હતા. એકવાર માફી આપો તેવી માંગણી કરતા હતા.

જાથા અને પોલીસ તંત્રે પરિવારને પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું. મોટી દિકરી આયુષી વારંવાર રડીને વિક્ષેપ કરતી હતી. પો.ઈન્સ. બારડે જરૂરી પુછપરછ કરતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. જાનુ આઈને આશ્વાસન આપ્યું હતું. પોલીસ સ્ટેશને ભુઈના માતા-પિતાના કારસ્તાનથી ધિક્કારની લાગણી જોવા મળતી હતી. પરિસ્થિતિ મુજબ પોલીસ તંત્રે નિર્ણય લીધો હતો.

જાથા સમક્ષ કબુલાતનામું માફીપત્રમાં હું જયસુખ જીણાભાઈ બરવાળીયા, પ્રિયાબેન પત્નિ, મોટી દિકરી આયુષી જયસુખભાઈએ સહી કરતાં જાથાની માહિતી સાચી હોવાનું, દોરા-ધાગા, પધરામણી, બાધા-ટેક આર્થિક છેતરપિંડી કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી.

જાથાના માનવા પ્રમાણે ભુઈ જાનુઆઈ ધૂણવા પ્રકરણમાં આગામી પીડિતો, ભોગ બનેલા આગળ આવે તેવી શકયતા છે.

જાથાએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ, જો.પો. કમિશ્નર, ડે.પો. કમિશ્નર, આસિ.પો. કમિશ્નર, પો.ઈન્સ. બારડનો વિશેષ આભાર માન્યો હતો.

જાથાએ જાનુ આઈના ધતિંગનો ૧૨૭૮ મો પર્દાફાશ કર્યો હતો. બંદોબસ્તમાં પો.ઈન્સ. એન. જી. પટેલ, એ.એસ.આઈ. દિલીપભાઈ દાનાભાઈ, હેડ કોન્સ્ટે. સુખીબેન દાનાજી, હેડ કોન્સ્ટે. પાયલબેન ભીમજીભાઈ, પો. કોન્સ્ટે. વિજયભાઈ સુરજીભાઈ, પો. કોન્સ્ટે. મુકેશભાઈ મોહનભાઈ અને જાથાની ટીમના ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી સહિત સ્થાનિક કાર્યકરોએ ભાગ લીધો હતો.

રાજયમાં દોરા-ધાગા ધતિંગની માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર આપવી.

ફોટો તસ્વીર : સુરત લેકવ્યુ સોસાયટીમાં ભુઈ જાનુ પાસે ધતિંગ કરાવનાર પ્રિયાબેન, જયસુખભાઈ બરવાળીયા કબુલાતનામામાં સહી સાથે માફી માંગતા નજરે પડે છે. પોલીસ સ્ટાફ તથા જાથાના કાર્યકરો અને પુછપરછ કરતાં જાથાના જયંત પંડયા નજરે પડે છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *