શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓએ જોડીયા તાલુકામાં બે જગ્યાએ લુટ થયેલ હોય જે લુંટનો ગુન્હો વણશોધાયેલ હોય જેથી વણસોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય.જેથી.એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.શ્રી.વી.એમ.લગારીયા નાઓ તથા એલ.સી.બી.ના પો.સ.ઈ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. શ્રી.પી.એન.મોરી તથા સ્ટાફના માણસો ધ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા વણશોધાયેલ ગુના શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા કાર્યરત હતા.
– ફરીયાદી ની વિગત:-
(૧) શ્રી જશવંતીબેન વા/ઓ જગદીશભાઇ મોહનભાઇ ગડારા જાતે-પટેલ ઉ.વ.૮૦ ધંધો-નીવૂત રહે.બોડકા ગામ સતીમાતાના મંદિરની બાજુમા તા.જોડીયા જી.જામનગર વાળાએ જાહેર કરેલ ફરીયાદ માં ગત તા.૧૧/૧૦/૨૦૨૫ ના રાત્રીના કલાક-૦૧/૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમને કાનમાં પહેરેલ બે સોનાની બુટી આશરે ૧૦ ગ્રામ વજનની જેની આશરે કિંમત રૂપીયા ૪૦,૦૦૦/- તથા બટવા (પાકીટ)માં રહેલ આશરે રોકડા રૂપીયા ૭૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૪૭,૦૦૦/- ની લુંટ ની ફરીયાદ જાહેર કરેલ.
(૨) શ્રી રંભાબેન વા/ઓ પરબતભાઇ ચોટલીયા જાતે-કડીયા ઉ.વ.૮૦ ધંધો-ઘરકામ રહે.જીરાગઢગામ તા.જોડીયા જી.જામનગર વાળાએ જાહેર કરેલ ફરીયાદ માં ગત તા.૦૮/૧૦/૨૦૨૫ ના રાત્રીના કલાક-૦૨/૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમને કાનમાં પહેરેલ બે સોનાની બુટી જેનો આશરે વજન 5 ગ્રામની જેની આશરે કિમત રૂપીયા ૨૪૦૦0/- ની લુંટ ની ફરીયાદ જાહેર કરેલ
દરમ્યાન એલ.સી.બી.ના અજયભાઈ વીરડા. ભયપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શિયારના ઓને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, જોડીયા તાલુકાના બોડકાગામ તથા જીરાગઢ ગામે મહીલાના કાનમાથી સોનાના બુટીયાની લુટ કરનાર એક મહીલા તથા બે પુરૂષો લુટ કરેલ ના મુદામાલ સાથે ઉભેલ છે તેવી હકિકત આઘારે મજકુર ઇસમોને પકડી પાડી મજકુર ઇસમના કબ્જામાંથી લુંટનો મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી સી.એમ.કાટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વધુ કાર્યવાહી માટે જોડીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે
– પકડાયેલ આરોપી-
(૧) સિકંદર ઉર્ફે કારો સ/ઓ મુરાદભાઈ હબીબભાઈ સોઢા જાતે મિયાણા મુસ્લિમ ઉંમર વર્ષ ૧૯ ધંધો ખેત મજૂરી રહેવાસી જીરાગઢ ગામ રામાપીરના મંદિર પાસે તાલુકો જોડીયા જીલ્લો જામનગર
૨) અલ્પેશભાઈ સ/ઓ દાનાભાઈ સવાભાઈ કાનાણી જાતે રાવળ ઉંમર વર્ષ ૨૦ ધંધો શાકભાજી વેચવાનો તથા ડ્રાઇવિંગ રહેવાસી બેના પગામ રાવળ વાસ તાલુકો સુઇગામ જીલ્લો બનાસકાંઠા
૩) હુસેનાબેન ઉર્ફ આશાબેન ઉર્ફે હસીનાબેન વા/ઓ અશોકભાઈ દાનાભાઈ કટારીયા ડો/ઓ મુરાદભાઈ હબીબભાઈ સોઢા ઉંમર વર્ષ ૨૬ રહેવાસી પીઠડ ગામ કબ્રસ્તાન સામે તાલુકો જોડીયા જીલ્લો જામનગર
– કબ્જે કરેલ મુદામાલ –
(૧) સોનાની બુટ નંગ-નંગ-૪ વજન આશરે ૧૬ ગ્રામ કિ.રૂ કિ.રૂ.૬૪,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
(૩) રોકડા રૂપીયા ૭,૦૦૦/-
કુલ મુદામાલ કિ.રૂ. કિ.રૂ.૭૬,૦૦૦/
એમ.ઓ:- મજકુર ઇસમો દિવસ તથા રાત્રી દરમ્યાન આજુબાજુના ગામ વિસ્તારમાં ફરી રેકી કરી વૃધ્ધ મહીલાનું ઘર જોઇ રાત્રીના સમયે મોઢે કપડા બાંધી ઘરમાં સુતેલ મહીલા ને પકડી લૂંટ કરી અંજામ આપતા હતા
આ કાર્યવાડી પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.શ્રી સી.એમ.કાટેલીયા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઈ શીયાર, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર ધમેન્દ્રસિંહ એન જાડેજા ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વિરડા હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, નિર્મળસિંહ એસ.જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, રૂષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઈ બાલાસરા, સુરેશભાઈ માલકિયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે
બ્યુરો ચિફ:-સદામ શેખ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા










