Mahir Kalam News

News Website

રાજયના ૩૪ જિલ્લાઓમાં જનજાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ

રાજયના ૩૪ જિલ્લાઓમાં જનજાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ
Views: 30
0 0

Read Time:7 Minute, 28 Second

કાળીચૌદશે પરિવારોએ સ્મશાનની મુલાકાત કરવા વિજ્ઞાન જાથાની અપીલ

વડ-વાજડીમાં અંધશ્રદ્ધા, કુરિવાજો સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ થયું. રવિવારે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ નીકળી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશે.

રાજયમાં સ્મશાનના ખાટલે ચાર ચોકના વડા આરોગાશે.

ગામેગામ સ્મશાનમાં ચા-નાસ્તો સાથે વિજ્ઞાન કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ : દેશભરમાં રવિવારે કાળીચૌદશની ઉજવણી અંતર્ગત ભારત જન વિજ્ઞાન

જાથાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વડ-વાજડી ગામે અંધશ્રદ્ધા હટાવો, કુરિવાજો સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજયના ૩૪ જિલ્લામાં જનજાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ સાથે લોકોને સ્મશાનની મુલાકાત પરિવાર સાથે કરવા અપીલ કરવામાં આવી હતી. રાજયમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી માટે જબરો થનગનાટ જોવા મળે છે. ગામેગામ સ્મશાનમાં જાગૃતો આયોજન કરી જાથાને ટેકો આપશે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જાગૃતિ પત્રિકા વિતરણ કરતાં જણાવ્યું કે ૨૧ મી સદીમાં માનવીનું વર્તન વ્યવહાર આધુનિક નવનિર્માણ માટે હોવું જોઈએ. કુરિવાજો, અંધશ્રદ્ધા, ચમત્કારો, ગેરમાન્યતાથી સમાજ રાષ્ટ્રને નુકશાન થવાથી તિલાંજલિ આપવાનો સમય છે. કાળીચૌદશે અનાજ-પાણીનો બગાડ થવો જોઈએ નહિ. ચાર ચોકમાં વડા મુકવાની પ્રથા છિન્ન મનોવૃત્તિના દર્શન થાય છે તેને સામુહિક દેશવટો આપીએ. મેલીવિદ્યા, ભૂત-પ્રેત, અગોચર શક્તિ, ચુડેલ-ડાકણ, આસુરી શક્તિ જેનું અસ્તિત્વ જ નથી તેનો ભય-ડર મનમાંથી કાઢી નાખવો જોઈએ. માનવીના મનની ત્રુટિમાં જ ભૂત-પ્રેતનો અસ્તિત્વ જોવા મળે છે. માનસિક નબળા લોકોને જ અનુભવ થાય છે. દ્રઢ મનોબળ ધરાવતા માનવીને કશો જ અનુભવ થતો નથી. વિજ્ઞાનથી માનવીને લાભ થયો છે. પિતૃ-સુરાપુરા, ગ્રહ કે ગ્રહણો કદી જ નડતા નથી જીવતા નજીકના સગા-સંબંધીઓ જ નડે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. કાળીચૌદશની સદીઓથી મનમાં પડેલી ખોટી વાત, સંધ્યા સમયે પ્રેતાત્માનો વિહાર વિગેરે બોગસ નિરાધાર છે. વિજ્ઞાનના પ્રયોગ કરતાં ખોટું સાબિત થયેલ છે. ભાવિ પેઢીના હિતમાં તિલાંજલિ આપીએ.

વિશેષમાં પંડયાએ રાજયમાં ગામેગામ પોતાની સ્થાનિક પરિસ્થિતિ મુજબ સંક્ષિપ્ત કાર્યક્રમ સ્મશાનમાં યોજવા અપીલ કરી હતી. સ્મશાનમાં વિવેકાધિન ચા-નાસ્તા કરી વૈજ્ઞાનિક વલણ બતાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પત્રિકા વિતરણમાં ગામના સરપંચ મહેન્દ્રસિંહ માધુજી ડાભી, અભેસિંગ જીલુ જી ખેરડીયા, ગ્રામ પંચાયતના સદસ્યો, લોકસહકારથી સ્મશાનમાં કાળીચૌદશની ઉજવણી માટેચર્ચા થઈ હતી. ગામમાં પત્રિકા વિતરણની આગેવાની ગામના સરપંચ મહેન્દ્રસિંહ ડાભી, અભેસિંગ ખેરડીયા, વનરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ ખેરડીયા, અનિરૂધ્ધસિંહ ડાભી, રાજુભાઈ રાઠોડ, મહિપતસિંહ સોલંકી, મહિપતસિંહ પરમાર, રણજીતસિંહ ખેરડીયા, અશોકસિંહ ડાભી, પ્રવિણસિંહ ડાભી, અશોકસિંહ ખેરડીયા, પ્રવિણસિંહ પથુજી, હનુભા ડાભી, ભાવેશભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, દોલુભા ડાભી, દાનુભા સોલંકી, અમરસંગ સોલંકી, શિવુભા ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, વનરાજસિંહ પરમાર, મનસુખભાઈ જોગડીયા, સંજયભાઈ જોગડીયા, વિજયભાઈ ગમારા, ચનાભાઈ ગમારા, નરેશભાઈ જોગડીયા, બાબુભાઈ, કરશનભાઈ ગોવાભાઈ, કરશનભાઈ બારા, લખમણભાઈ બારા, હરીભાઈ બાબરીયા, વનરાજસિંહ ડાભી, બાલુભા પઢીયાર, પ્રભાતસિંહ ડાભી, દેવુભા ખેરડીયા, દિલુભા ખેરડીયા, ગજુભા ખેરડીયા, ધર્મેન્દ્રસિંહ ડાભી, મેરાજી પઢીયાર, બાલાભાઈ પઢીયાર, જીલુભા પરમાર, ટપુભાઈ ખીમાણીયા, કાનજીભાઈ ખીમાણીયા અને ગામના મહિલા મંડળ સહિત આસપાસના ગામોના જાગૃતોએ આયોજનને સફળ બનાવવા તૈયારી આરંભી દીધી છે.

જાથાના સક્રિય સભ્ય વિરડા વાજડીના દિનેશભાઈ હુંબલ અને બાલસરના નિર્મળ મેત્રાએ આસપાસના ગામોના યુવાનો અને જાગૃતોનો સંપર્ક કરી, મિટીંગ યોજી ગ્રામજનોમાં પત્રિકા વિતરણ કર્યું હતું.

રાજયના જિલ્લા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ-ભુજ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, નવસારી, વાપી, છોટા ઉદયપુર, ગોધરા, ડાંગ, આહવા, રાજપીપળા, અરવલ્લી સહીત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આયોજન કરવાની તૈયારી આરંભી છે તેમાં ભાગ લેવા ઈચ્છુકોએ જાથાનો સંપર્ક કરવાનો રહેશે.

જાથાના અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન પંડયા વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ અનેક કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં જોડાવવાના, રાજયના જિલ્લા તાલુકા, ગ્રામ્ય મથકે જાથાને ટેકો આપવા ગામેગામ સ્મશાનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ કાયદાની મંજુરી મેળવીને જાગૃતિ કાર્યક્રમો યોજવા સંબંધી અપીલ કરવામાં આવે છે.

પોતાના ગામમાં સ્મશાનમાં આયોજન કરવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

માન. તંત્રીશ્રી

આપશ્રીને સુપ્રસિદ્ધ અખબારમાં કાળી ચૌદશની પત્રિકા વિતરણ સાથે મિટીંગની પ્રેસ મેટર ફોટા સાથે વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતિ છે. ઈ-મેઈલમાં મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *