Mahir Kalam News

News Website

દેશભરમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરતું વિજ્ઞાન જાથા

દેશભરમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરતું વિજ્ઞાન જાથા
Views: 221
0 0

Read Time:10 Minute, 8 Second

અંધશ્રદ્ધા અણુબોમ્બ કરતા ખતરનાક…. જિ.પં. પ્રમુખ પ્રવિણાબેન રંગાણી

અંધશ્રદ્ધા, કુરિવાજોને દેશવટો આપીએ… વિજ્ઞાન જાથા.

રાજયના ૧૦૧૦ નગરોમાં કાળીચૌદશની ઉજવણી.

સ્મશાનના ખાટલે કકડાટના વડા આરોગી ગેરમાન્યતાનું ખંડન કર્યું

વડ-વાજડીમાં ચાર ચોકમાં વડા મુકવાની પ્રથાને તિલાંજલિ.

રાજયના સ્મશાનમાં સાધક-ઉપાસક ફરકયા નહિ.

મશાલ, ભૂત-પ્રેતના સરઘસે આકર્ષણ જમાવ્યું.

દેશમાં મેલીવિદ્યાનો નાશ કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા.

મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશને બંદોબસ્ત ફાળવ્યો.

વિજ્ઞાન જાથાનો ૩૨ મા વર્ષે કાળીચૌદશનો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.

અમદાવાદ : દેશભરમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સદીઓ જુની માન્યતા, પરંપરા, કુરિવાજો, અંધશ્રદ્ધાનું સ્મશાનમાં ખંડન કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. રાજયના ૧૦૧૦ નાના-મોટા નગરોમાં સ્મશાનમાં મેલીવિદ્યાને નાશ, કકડાટના વડા આરોગવા, ભૂત-પ્રેતનું સરઘસ, ચાર ચોકમાં અનાજ મુકવાની પ્રથાને તિલાંજલિ આપવામાં આવી હતી. લોધિકાના વડ-વાજડી સ્મશાનમાં અનેકવિધ જાગૃતિ કાર્યક્રમોથી ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ સંપન્ન કર્યો હતો.

જાથાનો ૩૨ મા વર્ષનો જાગૃતિ કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કરી મેલીવિદ્યાની નનામીને કાંધ આપી પોતાના વિચારોમાં જણાવ્યું કે અંધશ્રદ્ધા અણુબોમ્બ કરતાં ખતરનાક છે. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ છે. ૨૧ મી સદીમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, ગેરપરંપરા, અંધમાન્યતાને જાકારો આપી દિપાવલી પર્વ સામુહિક મનાવીએ. જાથા દેશમાં સતત જાગૃતિ કાર્યક્રમો આપી લોકોને જગાડવાનું કામ કરે છે તેને અભિનંદન પાઠવું છું. મશાલ સરઘસ, કકડાટના વડા આરોગવા સહિત આયોજનોમાં ભાગ લીધો હતો. વડ-વાજડી ગામને શુભેચ્છા પાઠવી હતી.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ૩૨ મા વર્ષે દેશભરમાં કાળીચૌદશની ઉજવણીમાં લોકો સ્મશાનમાં સ્વયં હાજરી આપી જાગૃતિના દર્શન કરાવ્યા હતા. રાજયના ૧૦૧૦ નગરોમાં અનેકવિધ આયોજનો કરી સફળતાથી સંપન્ન કર્યો હતો. સ્મશાનમાં મેલીવિદ્યાનો નાશ, ભૂત-પ્રેતનું સરઘસ, કકડાટના વડા આરોગવા, અંધમાન્યતા, પરંપરા, અદ્રશ્ય શક્તિ, આસુરી શક્તિ, ખૌફનાક વાતોનું ખંડન કરવામાં આવ્યું હતું. મેલીવિદ્યાની નનામી ઉપર ચા બનાવી લોકોએ ચુશ્કી લગાવી હતી. સ્મશાનમાં સાધક-ઉપાસકોએ આવવાનું ટાળ્યું હતું. મેલીવિદ્યાની આપ-લે વિગેરે સદીઓથી ડીંડક ચાલે છે તેને દેશવટો આપવામાં આવ્યો હતો. રાજયના સ્મશાનોમાં દિપાવલી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાળીચૌદશ ભારે દિવસ – અશુભ દિવસની પોકળ વાતો જાહેર કરી હતી. ભૂત-પ્રેત, મેલીવિદ્યાનું અસ્તિત્વ જ નથી તેને ભય-ડર કાઢી નાખવા અપીલ કરવામાં આવી હતી.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે વડ-વાજડીના ચોરા પાસે મેલીવિદ્યાની નનામી, ભૂત-પ્રેતનું સરઘસ પ્રારંભ કરતાની સાથે વિજ્ઞાન સૂત્રો બોલવામાં આવ્યા હતા. મેલીવિદ્યાને સામુહિક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દેશની પ્રગતિનો આધાર વૈજ્ઞાનિક માનસથી થાય છે. અંધશ્રદ્ધાથી દેશને નુકશાન થાય છે હવે જાગવાની જરૂર છે. લોકોએ શિક્ષણને પ્રાધાન્ય આપી ઘરમાંથી વ્યસનો, કુરિવાજોને જાકારો આપવો જોઈએ. વિજ્ઞાનથી માનવીને અનેક ફાયદાઓ થયા છે તેવી વાત મુકવામાં આવી હતી. અવૈજ્ઞાનિક, અતાર્કિક, અવાસ્તવિકતાથી પરિવારોને નુકશાન થાય છે. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી નવાંગતુક વિચારો અપનાવવા જોઈએ. મેલીવિદ્યાને પાટુ મારી દેશવટો આપવામાં આવ્યો હતો. દેશમાં ચમત્કારિકોએ પોતાના લાભ માટે જાહેરાત કરી લોકોને ઉંધા માર્ગે વાળેલ છે. કહેવાતા લેભાગુઓથી દૂર રહેવું જોઈએ. કર્મકાંડ-ક્રિયાકાંડોથી લોકોને બરબાદી-પાયમાલી મળી છે. મૃત્યુ પછીના ક્રિયાકાંડોથી ઘરના સદસ્યોને હતાશા સાથે માનસિક હાનિ થાય છે તેને તિલાંજલિ આપવી જોઈએ. વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરનારા કહેવાતા ધાર્મિક નેતાઓ આધ્યાત્મિક વાતો મુકી ગુમરાહ કરે છે. તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. માનસિક નબળા લોકોને પિતૃ-સુરાપુરા, ગ્રહની નડતરો થાય છે. દ્રઢ મનોબળ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વડ-વાજડીના સરપંચ મહેન્દ્રસિંહ ડાભી, વનરાજસિંહ ડાભી, અભેસીંગ ખેરડીયા, પ્રભાત ડાંગર, વિરડા-વાજડીના દિનેશ હુંબલ, બાલસરના નિર્મળ મેત્રાએ રાજયકક્ષાના કાર્યક્રમમાં સ્મશાનમાં ચા-નાસ્તો, કકડાટના વડા એકઠા કરવા, મશાલ સરઘસ, ભૂત-પ્રેતનો પહેરવેશથી ખંડન વિગેરેમાં નેતૃત્વ કરી ભાગ લીધો હતો. સ્મશાનમાં દિપાવલી પર્વની જેમ કાળીચૌદશની ઉજવણી કરવામાં આવી હતી. પાણી-અનાજનો બગાડ એકપણ પરિવારે કર્યો ન હતો.

કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ મહેન્દ્રસિંહ માધુજી ડાભી, અભેસિંગ જીલુજી ખેરડીયા, ગ્રામ પંચાયતના સદસ્યો, લોકસહકારથી સ્મશાનમાં કાળીચૌદશની ઉજવણીમાં ભાગ લીધો હતો. મશાલ અને ભૂત-પ્રેતના સરઘસમાં ગામના સરપંચ મહેન્દ્રસિંહ ડાભી, અભેસિંગ ખેરડીયા, વનરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ ખેરડીયા, અનિરૂધ્ધસિંહ ડાભી, રાજુભાઈ રાઠોડ, મહિપતસિંહ સોલંકી, મહિપતસિંહ પરમાર, રણજીતસિંહ ખેરડીયા, અશોકસિંહ ડાભી, પ્રવિણસિંહ ડાભી, અશોકસિંહ ખેરડીયા, પ્રવિણસિંહ પથુજી, હનુભા ડાભી, ભાવેશભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, દોલુભા ડાભી, દાનુભા સોલંકી, અમરસંગ સોલંકી, શિવુભા ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, વનરાજસિંહ પરમાર, મનસુખભાઈ જોગડીયા, સંજયભાઈ જોગડીયા, વિજયભાઈ ગમારા, ચનાભાઈ ગમારા, નરેશભાઈ જોગડીયા, બાબુભાઈ, કરશનભાઈ ગોવાભાઈ, કરશનભાઈ બારા, લખમણભાઈ બારા, હરિભાઈ બાબરિયા, વનરાજસિંહ ડાભી, બાલુભા પઢીયાર, પ્રભાતસિંહ ડાભી, દેવુભા ખેરડીયા, દિલુભા ખેરડીયા, ગજુભા ખેરડીયા, ધર્મેન્દ્રસિંહ ડાભી, મેરાજી પઢીયાર, બાલાભાઈ પઢીયાર, જીલુભા પરમાર, ટપુભાઈ ખીમાણીયા, કાનજીભાઈ ખીમાણીયા અને ગામના મહિલા મંડળના સદસ્યોએ ભાગ લીધો હતો.

રાજયના જિલ્લા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ-ભુજ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, નવસારી, વાપી, છોટા ઉદયપુર, ગોધરા, ડાંગ, આહવા, રાજપીપળા, અરવલ્લી સહીત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આયોજન સ્મશાનમાં કરી લોકોને જાગૃત કરવા પ્રયત્નો કર્યા હતા.

જાથાના આકાશ પંડયા એડવોકેટ, અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, રમેશ પરમાર, રાજુ યાદવ, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, હર્ષાબેન પંડયા વકીલ, હિનાબેન પંડયા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલ, અરૂણાબેન પરમાર, અનેક કાર્યકરોએ મશાલ સરઘસ સ્મશાન અને પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.

ફોટો તસ્વીર : રાજકોટ જિલ્લાના લોધિકાના વડ-વાજડી ગામમાં મેલીવિદ્યાની નનામીને કાંધ આપતા પ્રવિણાબેન રંગાણી, હર્ષાબેન પંડયા, મશાલ સરઘસ, મેલીવિદ્યાનો નાશ, ચા-નાસ્તો કરી ખંડન કરવામાં આવ્યું હતું. સરઘસ સાથે જાગૃતિ કાર્યક્રમ દ્રષ્ટિપાત થાય છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીને સુપ્રસિદ્ધ અખબારમાં કાળી ચૌદશની ઉજવણીની મેટર ફોટા સાથે વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતિ છે. ઈ-મેઈલમાં મોકલેલ છે જે વિદીત થાય.

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *