ઘ્રોલ ખાતે હરધ્રોળ રાજપૂત સમાજ અને શ્રીદીપસિંહજી રાજપૂત છાત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ લાભપાંચમના શુભદિને ભવ્ય “વિદ્યાર્થી સન્માન સમારોહ તથા રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો સત્કાર સમારંભ” યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષપદે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસદસભ્ય મહારાણા કેશરીદેવસિંહજી, યુવરાજસાહેબ અનિરુદ્ધસિંહજી જાડેજા, યુવરાણી સાહેબ શૈયલીદેવી, અરવલ્લી જિલ્લાના પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા, ભારતીય મહાસભાના પ્રમુખ ગોવુભાડાડા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમજ ધ્રોલ રાજપૂત સમાજના પ્રમુખ પથુભા જાડેજા, જામનગર-દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજના પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, મુળુભા બાપુ પરિવારના રણજીતસિંહ જાડેજા, જામનગર જિલ્લાના જોઇન્ટ સેક્રેટરી પ્રવીણસિંહ કે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા જાડેજા, પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ હર્ષાબા જાડેજા, તેમજ અનેક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રમુખ પ્રદયુમનસિંહજી જાડેજા અને ઉપપ્રમુખ રાજભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનોએ પોતાના ઉત્સાહપ્રેરક શબ્દોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉંચાઈ હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા તથા રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે રાજેન્દ્રસિંહ જાડેજા એ આભાર વિધિ નિભાવતા દાતાશ્રીઓ, યુવા આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં લગ્ન સમિતિ પ્રમુખ રણજીતસિંહ જાડેજા, પ્રોજેક્ટ ડાયરેક્ટર હરપાલસિંહ જાડેજા, કારોબારી સભ્ય તેજપાલસિંહ જાડેજા, જાળીયા દેવાણી તલવાર રાસ બહેનોની ટીમ, જીવન મંગલીય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજા, હાલાર માજી સૈનિક એડવાઈઝર હરદેવસિંહ જાડેજા તેમજ ઠાકોર સાહેબશ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરદેવસિંહ જાડેજા, તથા ટ્રસ્ટીશ્રી ઓ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સક્રિય સહકાર મળ્યો હતો. ભવ્ય ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ સમારંભે ધ્રોલ રાજપૂત સમાજના શિક્ષણક્ષેત્રે સમર્પિત પ્રયાસોને નવી દિશા અને પ્રેરણા આપી હોવાનું જણાયું હતું. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન દિપસિંહજી છાત્રાલય ના પ્રમુખ શ્રી પ્રઘ્યુમનસિંહ જાડેજા તેમજ હરધ્રોળ રાજપૂત સમાજ ના પ્રમુખ પથુભા જાડેજા (દાજીબાપુ )ઉપપ્રમુખ ડો,રાજભા જાડેજા સેક્રેટરી રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ પ્રિન્સીપાલ હરદેવસિંહ જાડેજા ની રાહબારી હેઠળ યોજાયો હતો.