પ્રતિ વર્ષ મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી.
ઢોલ-નગારા, ફટાકડા, ઘોંઘાટ, અબીલ-ગુલાલ, વિસર્જન કરવામાં આવતું નથી.
પાડોશીઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે.
દરરોજ સવાર-સાંજ પ્રાર્થના, સ્તુતિ, દિપમાલા, મહાઆરતી કરવામાં આવે છે.
વર્ષોવર્ષ એક જ મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. બહેનોની સવિશેષ હાજરી હોય છે.
દરરોજ વધેલો પ્રસાદ જરૂરીયાતમંદને રૂબરૂ આપવામાં આવે છે.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી, જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે ગણપતિ મહોત્સવ તા. ૨૭ મી ઓગસ્ટથી તા. ૦૬ સપ્ટેમ્બર સુધી ગણનાથને ભાવપૂર્ણ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દરરોજ સવાર-સાંજ મહાઆરતી, પૂજન, અર્ચન, સ્તુતિ, પાઠ, દિપમાલા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન જીવનનગર શેરી નં. ૪, અનિલ જ્ઞાન મંદિર સ્કૂલની પાછળ, મહાદેવધામમાં વિશિષ્ટ રીતે ઉજવણી થનાર છે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય જે. ભટ્ટએ જણાવ્યું કે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બુધવાર તા. ૨૭ મી એ ગણપતિનું સ્થાપન કરવામાં આવશે. ભગવાનનું સામૈયું કરી સ્થાપન પૂજા-વિધિ યજ્ઞ કરવામાં આવશે. સમિતિએ મહોત્સવ દરમ્યાન કોઈપણ પ્રકારની અડચણ, કોલાહલ, મુશ્કેલી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સ્થાપન-વિસર્જન વખતે ઢોલ-નગારા, ડીજે, ફટાકડા, અબીલગુલાલ, કંકુ, માઈક કે ઘોંઘાટ કરવામાં આવતો નથી. માર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવતી નથી. સ્થાપન આસપાસના રહીશોને જરા પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. દરરોજ વધેલો પ્રસાદ રાત્રે જ જરૂરીયાતમંદોને આપવામાં આવે છે. પ્રસાદમાં નાસ્તો-ભોજન થાય તે પ્રકારે આયોજન કરવામાં આવતું નથી. પ્રસાદમાં દાબેલી બ્રેડ, ભેળ, પાઉભાજી વગેરે ઉપર પ્રતિબંધ-પાબંદી રાખવામાં આવી છે. લોકોની પ્રસાદ માટે ભીડ થાય તેવો દેખાડો કરવામાં આવતો નથી. મહોત્સવ સમિતિને આદર્શનું પ્રતિક બિરૂદ આ૫વામાં આવ્યું છે.
વધુમાં વિનોદરાય ભટ્ટએ જણાવ્યું કે ભાદરવા સુદ ચોથથી ચૌદશ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ગણપતિની સાધના કાયિક, વાચિક, માનસિક તથા આર્થિક ગણપતિને રક્ત વસ્ત્ર, રકત ફૂલ, રકત ચંદન, દુર્વા અને મોદક લાડુ શ્રદ્ધાળુ પોતાની શકિત મુજબ ભાગ લઈ શકે છે. સંકટનાશક ૧૪૪ વખત પાઠનું આયોજન છે. ૧૦૮ નાના પ્રતિક લાડુ રાખી તેના પ્રતિકરૂપે હોમ કરી યજ્ઞ બાદ પ્રસાદ રહીશોને આપવામાં આવે છે. ગણપતિના ષોડશ નામના જાપ ભકતો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિ દેવોના નાયક અધ્યક્ષ હોય તેવી રીતે પૂજા કરવામાં આવે છે. પ્રસાદનો બગાડ ન થાય તે સંબંધી વિશેષ કાળજી રાખવામાં આવે છે. દરરોજ સવારે ૭ કલાકે અને સાંજે ૭-૦૦ કલાકે મહાઆરતી-પ્રસાદનું આયોજન છે. કોઈપણ શ્રદ્ધાળુ જાતે વ્યક્તિગત પૂજા, આરતી, પાઠમાં ભાગ લઈ શકે છે. જીવનનગર વિકાસ સમિતિ માનવીય અભિગમથી આયોજન હોય સૌ લોકો હોંશભેર ભાગ લઈ જોડાય છે. બહેનોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળે છે.
સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટે જણાવ્યું કે મંદિર કે આસપાસ પ્રદુષણ ન થાય, સ્વચ્છતા જળવાય રહે તેની કાળજી લેવામાં આવે છે. ફટાકડા, અબીલ-ગુલાલ, કંકુ, માઈક ઘોંઘાટ ઉપર પાબંદી છે. મહોત્સવ સમિતિમાં ભાગ લેવો તે શ્રદ્ધાળુ લોકો પોતાને લ્હાવો-નસીબ સમજે છે. તા. ૨૮ મી સપ્ટેમ્બર સુધી વિશિષ્ટ આયોજન રાખવામાં આવ્યું છે તેનો લાભ લેવા અનુરોધ છે.
ગણપતિ મહોત્સવમાં વોર્ડ નં.૧૦ ના નગરસેવકો નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, ડૉ. રાજેશ્રી ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, રત્નદીપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી અને વિજયભાઈ પાડલીયા, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈપંડયા, વિનુભાઈ ભટ્ટ સહીત વોર્ડના હોદ્દેદારો, આગેવાનો–પદાધિકારીઓ વિશેષ હાજરી આપવાના છે.
જીવનનગર સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ ઉત્સવની તૈયારી કરી રહેલ છે. રાજયના મંત્રીઓ અને ભાજપના પદાધિકારીઓને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર પ્રમુખ ડૉ. માધવ દવે હાજરી આપવાના છે.
સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, મંત્રી વિનોદરાય ઉપાધ્યાય, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, રાજુ મોડેસરા, અંકલેશ ગોહિલ, હસુભાઈ મોડેસરા, હસમુખભાઈ ગોહેલ, મહિલા સમિતિના શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન રાવલ, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, વકીલ હર્ષાબેન પંડયા, વાસંતીબેન ત્રિવેદી, દિપ્તીબેન પટેલ, જયશ્રીબેન મોડેસરા, ભારતીબેન ગંગદેવ, પુજાબેન તન્ના, ગીતાબેન મકવાણા, કુસુમબેન પીઠડીયા, શીતલબેન સોલંકી, દિવ્યાબેન રાવલ, ઉષાબેન પટેલ, વિધિબેન દવે, શોભનાબેન ડાભી, કાશ્મીરાબેન દવે, ભક્તિબેન ખખ્ખર, જુલીબેન ભાણવડિયા, ગીતાબેન ભટ્ટ, દિપ્તીબેન જોશી, ક્રિષ્નાબા ગોહિલ, જયોતિબેન દવે, કવિતાબેન દોશી, સંગીતાબેન બાબરીયા, કિર્તીબેન ધામેચા, રશ્મિબેન હિંડોચા, મનિષાબેન જોશી, પૂનમબેન, ભાવનાબેન, બીનાબેન, વંદનાબેન, અલ્પાબેન, ઝરણાબેન, શિવાનીબેન, સ્વીટીબેન, પારૂલબેન, સરોજબેન, હિનાબેન, સત્સંગ મંડળના બહેનો મહોત્સવ સફળતા માટે કામગીરી કરી રહ્યા છે તેમ અંતમાં સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રાર્થના સહ. ઈ-મેઈલથી મહોત્સવની મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર ગણેશ મહોત્સ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા