ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના મેરા યુવા ભારત ની જુનાગઢ કચેરી અને નોબલ યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ઈન્ટર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માં કુલ 8 કોલેજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધાઓમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ તથા ચેસ જેવી રમતો યોજાઈ હતી. જેમાં બેડમિન્ટન મહિલા વિભાગમાં આયુર્વેદ કોલેજ ચેમ્પિયન રહી હતી, જ્યારે બેડમિન્ટન પુરુષ વિભાગમાં કોમ્પ્યુટર એપ્લિકેશન કોલેજે વિજય મેળવ્યો હતો.
ટેબલ ટેનિસમાં મહિલા વિભાગમાં ફાર્મસી કોલેજ વિજેતા રહી હતી તથા પુરુષ વિભાગમાં મેનેજમેન્ટ કોલેજે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ચેસની સ્પર્ધામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. વિજેતા ટીમ ને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવા માં આવ્યા હતા.
આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઈવેન્ટ માં 200 થી વધુ વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
નોબલ યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડિરેક્ટર શ્રી આકાશ પૂજારીએ તમામ વિજેતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે – “રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે અને નોબલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા સતત પ્રયત્નશીલ રહેશે.”
સ્વપ્ન યુવા વિકાસ મંડળના પ્રમુખ શ્રી હર્ષદ વાજા એ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે – “આ પ્રકારની સ્પર્ધાઓ યુવાનોમાં સ્વાસ્થ્ય, શિસ્ત અને ટીમ વર્કની ભાવના વિકસાવે છે. ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો માટે મંડળ હંમેશા સહયોગ આપતું રહેશે.”
નોબલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગીરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડ્યા, એસોસિયેટ પ્રેસિડેન્ટ શ્રી પાર્થ ધુલેસિયા, એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પાર્થ કોટેચા, એસોસિયેટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનીષ ત્રિવેદી, એસોસિયેટ કો-મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થ પંડ્યા, પ્રોવોસ્ટ ડો. એચ. એન. ખેર, રજીસ્ટાર ડો. જય તલાટી દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી…..
રિપોટર:- અલ્ફેઝ જેઠવા વંથલી