પૈયગંબર સાહેબની જન્મ દિવસ નિમિત્તે હિન્દુ/મુસ્લીમ એકતાનું ઉદાહરણ પુરુ પાડતી સંસ્થા દ્વારા ૨૦૦ થી પણ વધુ લાભાર્થીએ લાભ લિધેલ
સૈયદ ઈકબાલબાપુ તીરમીજી સાહેબની દુઆથી યુ એન્ડ યુ ટ્રસ્ટ પોરબંદર દ્વારા અવારનવાર સેવાકીય કાર્ય કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૈયગંબર સાહેબની ૧૫૦૦ વર્ષ જન્મ તિથી નિમિત્તે ખત્રી જમાતખાનામાં સાર્વજનિક હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધેલ સંસ્થા દ્વારા દરેક લાભાર્થીને ૩ કપ હિજામાના ફ્રી માં કરી આપવામાં આવેલ આ કેમ્પમાં મુસ્લીમ સમાજના અગ્રણીઓએ ખાસ હાજરી આપી સંસ્થાના કાર્યને બિરદાવેલ.પ્રમુખ એજાઝભાઈ લોધીયાએ જણાવેલ કે અમારી સંસ્થા દ્વારા પૈયગંબર સાહેબની જન્મતિથી નિમિતે હિજામા કેમ્પની સાથો સાથે સંસ્થા દ્વારા ખત્રીવાડના નાકે ચાલતું રાહત દવાખાનામાં પણ ફ્રી મા દવા અને ચેકઅપ રાખવામાં આવેલ છે સાથે ચુનાભઠ્ઠી વિસ્તારમાં જીલાની કિલનિકમાં ડૉક્ટર જાવેદ ગુંદાવાલા સંસ્થા દ્વારા ફ્રી ચેકઅપ અને દવા આપવામાં આવે છે તા. ૬-૯-૨૦૨૫ સુધી આ કેમ્પ ચાલુ રહેશે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરેલ છે.
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર