સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા શાનદાર જુલુસ નું આયોજન: મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાશે*
*પોરબંદરમાં ઈદ ની ઉજવણીનો અનેરો થનગનાટ: મુસ્લિમ વિસ્તારો માં રોશનીનો ઝગમગાટ*
તા.05/09/2025 શુક્રવારે ઈદે મિલાદ નિમિતે સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા શાનદાર જુલુસ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાશે.
સુન્ની અંજુમને ઇસ્લામના હોદેદારો એ જણાવ્યું છે કે, સમગ્ર જગતને પ્રેમ, શાંતી,અમન, ભાઈચારાની ભાવનાનો સંદેશો આપનાર શાંતીદુત ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહંમદ પૈગમ્બર સાહેબના 1500 માં વિલાદત (જન્મ દિવસ)ના પર્વ ને ઉજવવા શહેરના મુસ્લીમ બિરાદરોમાં અનેરો થનગનાટ સાથે તડામાર તૈયારીઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં થઈ રહી છે.ત્યારે શુક્રવાર તા.૦૫/૦૯/૨૦૨૫ ને સવારના નીકળનાર ઝુલુસમાં વિશાળ સંખ્યામાં મુસ્લીમ ભાઈઓ જોડાઈને કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે ઉમટી પડે તે માટે અનુરોધ કરેલ છે.
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર