પરંપરાગત રમતો રમવા લોકો ઉત્સાહ પૂર્વક જોડાયા
કલેક્ટર, ધારાસભ્ય સહિત આગેવાનો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને જેસીઆઈ પોરબંદર દ્વારા “રાષ્ટ્રીય રમત દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત ચોપાટી ખાતે આયોજિત રમતોત્સવમાં આપણી પરંપરાગત રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ રમતોત્સવમાં રસ્સા ખેંચ, સંગીત ખુરશી, દોરડા કુદ, કોથળા દોડ, ખોખો, લંગળી, ભમરડા, લખોટી વગેરે અનેક પ્રકારની જૂની રમતો રમાંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફનસ્ટ્રીટ રમતોત્સવમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે.પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી વગેરે મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહી લોકો સાથે સંગીત ખુરશી, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, ભમરડો વગેરે પ્રકારની પરંપરાગત ગેમો રમીને બાળપણની યાદોને તાજી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખો લાખણશી ગોરાણીયા અને બિરાજ કોટેચાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા, પ્રોજેકટ ચેરમેન અંકિત દતાણી, આનંદ કક્કડ તથા જેસીઆઈ અને રમતગમત વિભાગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.આ રમતોત્સવમાં દિનેશભાઇ પરમાર, હેમાલીબેન સદાણી અને શ્રીરામ સી સ્વિમિંગ કલબની સમગ્ર ટીમે ટેક્નિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર