વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો, હોદ્દેદારોએ મહાઆરતીમાં ભાગ લીધો. જીવનનગર વિકાસ સમિતિના કાર્યોની પ્રશંસા કરતા પદાધિકારીઓ.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં શહેર ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડના હોદ્દેદારોએ હાજરી આપી મહાઆરતી, સંપૂટમાં ભાગ લીધો હતો. સમિતિના કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી.
પ્રદેશ ભા.જ.૫. ના શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ દિપ પ્રાગ્ટય કરી સમિતિ અવિરત છેલ્લા૪૪ વર્ષથી અવિરત રહીશો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે તે માટે અભિનંદન પાઠવું છું. સામાજિક, સેવાકીય, રાષ્ટ્રીય કામોમાં અગ્રેસર હોય છે. ગણપતિ મહોત્સવમાં હાજરી આપવાથી ધન્યતા અનુભવું છું.
વોર્ડ નં.૧૦ ના નગરસેવક નિરૂભા વાઘેલાએ સમિતિની પ્રશંસા કરતા જણાવ્યું કે પ્રત્યેક આયોજનોમાં નવીનતા હોય છે. જયંત પંડયા બધાને સાથે રાખીને કામ કરે છે તેથી સફળતા મળે છે. ભાજપના આગેવાનોને હાજરી આપવાનું સદૈવ મન થાય છે તેવી રહીશોની કામગીરી છે.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે સમિતિ માનવતાલક્ષી વિચારધારાના કારણે સમાજ, રાષ્ટ્રને ધ્યાને રાખી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. લોકો મજબુત હશે તો જ દેશ મજબુત બનશે. વાસ્તવવાદ, પુરૂષાર્થવાદથી આગળ આવીશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગણપતિ મહોત્સવમાં મહાઆરતી, સંપુટમાં પ્રદેશ ભા.જ.૫. શ્રીમતિ અંજલિબેન રૂપાણી, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શહેર ભા.જ.૫. ના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, નગરસેવકો નિરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડના પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, ઉપપ્રમુખ રત્નદિપસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ મયુરીબેન ભાલાળા, વોર્ડ મંત્રી ભાવનાબેન સુમેત્રા, હોદ્દેદારોમાં સાહિલભાઈ રાવતાણી, દર્શિત જોષી, ડૉ. અશિષભાઈ મકવાણા, અશ્વિનભાઈ કોરાટ, વિનોદરાય ભટ્ટ, નિલેશભાઈ અનડકટ, વ્યોમભાઈ વ્યાસ, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ પંડયા, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, વનીલાબેન માલવી, ગીતાબેન ગગલાણી, અદિતબેન રૂપાણી, માયાબેન પટેલ સહિત આગેવાનોએ ભાગ લીધો હતો.
ફોટો તસ્વીરઃ મહોત્સવમાં સંપુટ વિધિનું ઉદ્દઘાટન શ્રીમતિ અંજલિબેન રૂપાણી, નિરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, જયેશભાઈ ચોવટીયા, આગેવાનો દ્રષ્ટિપાત થાય છે. મહાઆરતી-પૂજનમાં ભા.જ.૫.ના હોદ્દેદારો નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ફોટા સાથે વિગતવાર પ્રગટ કરવા પ્રાર્થના છે. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર ગણેશ મહોત્સવ સમિતિ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા