સમિતિની અસાધારણ પ્રગતિની પ્રશંસા… જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી.
જીવનનગરના રહીશોની એકતાને વંદન……… દંડક મનિષભાઈ રાડીયા
સમયબદ્ધ કાર્યક્રમોથી સમિતિની આગવી ઓળખ…. શહેર ભા.જ.૫. મંત્રી કાનાણી.
સમિતિ માનવતા સાથે રાષ્ટ્રને સમર્પિત… પ્રમુખ જયંત પંડયા.
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં મહાઆરતી, સંપુટ અને પ્રસાદ વિતરણમાં ભા.જ.૫. ના પદાધિકારીઓએ હાજરી આપી સમિતિની ભારોભાર પ્રશંસા કરી હતી.
ગણપતિદાદાના દૈનિક ધાર્મિક કાર્યક્રમોનું મંગલ ઉદ્દઘાટન ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભા.જ.૫. મંત્રી હરેશભાઈ કાનાણી, સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાનુશંકરભાઈ મહેતા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જીવનનગરે વિકાસનું સૂત્ર સાર્થક કરી સીમાડા પાર કરી પ્રશંસાને પાત્ર બદલ અભિનંદન પાઠવું છું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણીએ સમિતિની અસાધારણ પ્રગતિ નજરે જોઈ શકાય છે. દંડક મનીષભાઈ રાડીયાએ રહીશોની એકતાને વંદન કરું છું. શહેર ભા.જ.૫. ના મંત્રી હરેશભાઈ કાનાણીએ સમયબદ્ધ કાર્યક્રમ સમિતિની આગવી ઓળખ છે. ભાગવત કથાકાર ભાનુશંકરભાઈ મહેતાએ સનાતન ધર્મને જાળવવા બદલ સમિતિને અભિનંદન પાઠવું છું. સૌ મહેમાનોએ મહાઆરતી, સંપુટ વિધિ કરી પ્રસાદ વિતરણ કર્યું હતું.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી છેલ્લા ૪૪ વર્ષથી સમિતિ સામાજીક, સેવાકીય, રાષ્ટ્રીય કાર્યો કરે છે તેમાં રહીશોનો સિંહફાળો છે.
મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, ભકિતબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, કિર્તીબેન કરગથરા, શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, નેહાબેન મહેતા સહિત બહેનો અને અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, પંકજભાઈ મહેતા વિગેરે મહોત્સવને સફળ બનાવવા ભારે જહમેત ઉઠાવે છે.
ફોટો તસ્વીરઃ મહોત્સવમાં સંપુટ વિધિનું ઉદ્દઘાટન ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, પ્રવિણાબેન રંગાણી, મનીષભાઈ રાડીયા, હરેશભાઈ કાનાણી કરે છે. આરતી અને ઉદ્દઘાટનની તસ્વીરો નજરે પડે છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ફોટા સાથે વિગતવાર પ્રગટ કરવા પ્રાર્થના છે. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર ગણેશ મહોત્સવ સમિતિ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા