ભુજ સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) યુવા પાંખની એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનું આયોજન કચ્છ જિલ્લા યુવા પ્રમુખ અબ્દુલ જુસબ હાકડા દ્વારા કરવામાં આવ્યું.
મિટિંગમાં યુવાનોને સક્રિય રાજકારણમાં જોડાવવા અને સંગઠનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. પાર્ટીના યુવા પાંખમાં નીચે મુજબ નવી નિમણૂંક કરવામાં આવી:
મોહમ્મદઝૂબેર એમ. સૈયદ – ભુજ શહેર યુવા પ્રમુખ
અબ્દુલા એ. સુમરા – ભુજ શહેર યુવા ઉપપ્રમુખ
શાહિદ એ. સમા – ભુજ શહેર યુવા મહામંત્રી
અબ્બાસ એ. કુરેશી – અંજાર શહેર યુવા પ્રમુખ
કાર્યક્રમમાં પરીક્ષિત બીજલાણી, અબ્દુલગની સમા, અબ્દુલ હાકડા, સલીમ ખલીફા, જુનેદ કુંભાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પાર્ટીના આગેવાનો દ્વારા નવી નિમણૂંક પામેલા યુવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેઓ ભવિષ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર ફકીર મામદ મા જો ઠી ભુજ