આજ રોજ “વિમ્સ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ વેરાવળ ખાતે”ડો.અતુલ ડોડીયા સાહેબ ( જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ) નું સામાજિક આગેવાનો, વડીલો સામાજિક કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાળી સ્વાગત અને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. વેરાવળ તથા આજુબાજુના પંથકના લોકો માટે કાયમી ધોરણે ફુલ ટાઈમ શ્રેષ્ઠ સારવાર થી લોકો ને સેવા આપતા માનવતાવાદી અને સેવાભાવી ડો.અતુલ ડોડીયા સાહેબ જેની પેટ અને આંતરડા તેમજ જનરલ સર્જરી ને લગતા ઓપરેશન અને રોગોની શ્રેષ્ઠ કામગીરી ખરેખર કાબિલે તારીફ છે સામાજિક આગેવાનો, વડીલો, સામાજિક કાર્યકરો દ્વારા આવકારવામાં આવ્યા આજ થી વિમ્સ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ વેરાવળ ખાતે ડો.અતુલ ડોડીયા ( જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ) સાહેબ ફુલ ટાઈમ સેવા આપશે*
*શુભેચ્છા મુલાકાત દરમિયાન હાજીભાઈ એલ.કે.એલ(મુસ્લિમ અગ્રણી),યુસુફ પટેલ પાકીઝા(વરિષ્ઠ મુસ્લિમ અગ્રણી),ફારૂકભાઈ કાલવાણીયા(નગરસેવક વે.પા.નગર પાલીકા),સોયબભાઈ,બસીર ગોહેલ(પ્રમુખ- પ્રભાસ હોસ્પિટલ),ઈમરાન મિર્ઝા(પ્રમુખ- મિર્ઝા હેલ્પ(NGO)વેરાવળ,ડો.અતિક રેવન્ના(MBBS,DORL) ડો.ઉદય ત્રીવેદી,પત્રકાર શબ્બીર ભાઈ સેલોટ,ઈરફાનભાઈ સુમરા (સામાજિક કાર્યકર) સહિત ના હાજર રહ્યા હતા*
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર