અમો ઉપર જણાવેલ તથા નીચે સહી કરનારા ઉપરના સરનામે અમારા કુટુંબ સાથે રહીએ છીએ. અમારા કુટુંબમાં અમારા કુટુંબના સભ્યો પૈકી અમારા પુત્ર નામે સુનીલ નવલભાઈ દસકીયા કે જેઓ અમારા કહયામાં નથી અને સમાજમાં અમારી અમારા કુટુંબની રીત રસમ ને અનુસરતા નથી અને તેણે જાતે અમોના પરિવાર ની રજા મંદી વગર કોર્ટ મેરેજ કરેલ છે ઉપરાંત બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરેલ છે અને કરતા આવેલ છે અને મનસ્વી રીતે જીવન જીવે છે.
2 આ ઉપરમાં જણાવેલ અમારા પુત્ર સુનીલ નવલભાઈ દસકીયા, રહે. ગામ. સામપર માધાપર, તા.જોડિયા, જી. જામનગર વાળા ને અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મીલ્કત માંથી બે દખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મીલ્કતમાં તેઓ એટલે કે સુનીલ નવલભાઈ દસકીયાનો કોઈપણ પ્રકારનો હકક, હીસ્સો વિગેરે રહેશે નહીં અને સુનીલ નવલભાઈ દસકીયા ની સમાજ ની કોઈપણ વ્યકિત કે અન્ય કોઈપણ સંસ્થા, બેન્ક, સરકારી બેન્ક, અર્ધસરકારી બેન્ક કે કોઈપણ ઓથોરીટી પરત્વે કોઈપણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તો તેમાં અમો ઉપર જણાવેલ તથા નીચે સહી કરનારા ..
(૧) નવલભાઈ સુખાભાઈ દસકીયા તથા
(૨) જયાબેન નવલભાઈ દસકીયાની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં કે અમોના હકક હીતને બંધનકર્તા રહેશે નહી. અને છતા પણ સમાજની કોઈ વ્યકિત કે કોઈપણ આવા પ્રકારના વ્યવહાર કે વહીવટ અમારા પુત્ર સુનીલ નવલભાઈ દસકીયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે તો તેની સંપુર્ણ જવાબદારી તેઓ એટલે કે વ્યવહાર વહીવટ કરનારા પક્ષકારો નો રહેશે અને તેમાં અમો આ જાહેર નોટીસ આપનારાની કોઈ જવાબદારી રહેશે નહીં કે અમારા કોઈ હકક હીતને બંધનકર્તા રહેશે નહી. જેની તમામે જાહેર જનતા તથા લાગતા વળગતાઓ એ નોંધ લેવી લલીતભાઈ નિમાવત