હુઝુર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના ૧૫૦૦માં જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલ, પોરબંદર (ભાવસિંહજી હોસ્પિટલ) ને ૧૦૦ ધાબળા અર્પણ
સમગ્ર વિશ્વને પ્યાર, મોહબ્બત અને શાંતિનો સંદેશો આપનાર આલમે ઇસ્લામના આખરી નબી હુઝુર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના ૧૫૦૦સો માં વિલાદતના મૌકા પર ઇદે મિલાદુન્નબીની પૂર્વ સંધ્યાએ ઉમ્મતી એન્ડ ઉન્નતી એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે પ્રમુખ એજાઝભાઈ લોધીયાના માર્ગદર્શન હેઠળ જરૂરીયાત મંદ દર્દીઓને મદદરૂપ બની શકાય તે હેતુ થી ભાવસિંહજી હોસ્પિટલ મા ૧૦૦ જેટલા ધાબળાઓ નુ દાન કરેલ.
હોસ્પિટલના અધિકારીઓએ આ ધાબળા ઓફીસમાં જમા કરાવવાનું જણાવતા ઓફીસના ઇન્ચાર્જ ડો. વિપુલ મોઢા સાહેબ (આર.એમ.ઓ.) ને સોંપીને સંસ્થાએ ઉમદા ઉદાહરણ પુરૂ પાડતા ભાવસિંહજી હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફે પણ યુ એન્ડ યુ સંસ્થા ના તમામ સભ્યો ને બિરદાવ્યા હતા.અત્રે ઉલેખનીય છે કે આ સંસ્થા દ્વારા આ પહેલા પણ પૈયગમ્બર સાહેબના જન્મ દિવસ નિમિતે યુ એન્ડ યુ ના ભૂતપૂર્વ પ્રમુખ મર્હુમ મહંમદભાઇ બ્લોચના વરદ્ હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રોજેકટને સફળ બનાવવા માટે પ્રમુખ એજાઝભાઈ લોધીયા, ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ ઐબાણી, મહેબુબખાન બેલીમ, આરીફભાઈ રાઠોડ, હાજી નાઝીમભાઈ લાલ, હમ્ઝાભાઈ હાદમાણી, અશ્ફાકભાઈ લોધીયા, યુનુસ પરમાર, યુનુસખાન પઠાણ (પટેલ), ઇમરાન રાઠોડ, અબ્દુલ રાવડા, અમીનભાઇ ગડન જહેમત ઉઠાવેલ હતી.
રિપોર્ટર:-અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર