વિદ્યાર્થીઓ એ નાત-મનકબત, તકરીર નો કાર્યક્રમ રજૂ કર્યો
પોરબંદરની વી.જે. મદ્રેસા સંકુલ માં ગુરુવારે સાંજે 1500માં ઈદે મિલાદ નિમિતે વિશિષ્ટ કાર્યક્રમ પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ યોજાયો હતો.
*બોયઝ સ્કૂલ માં કાર્યક્રમ યોજાયો*
વી.જે. મદ્રેસા બોયઝ સ્કુલમાં વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને નાઅતશરીફ – મનકબત-તકરીર રજુ કરી હતી. આ કાર્યક્રમ માં હાફિઝ કારી મોઅઝઝમ સાહેબ, અને મોલાના હાફિઝ ઉસ્માનગની કાદરી સાહેબ (ખતીબ ઇમામ ખારી મસ્જિદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, વિદ્યાર્થીઓ એ તેમની અનોખી શૈલી માં ઉદબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ માં મોલાના હાફિઝ ઉસ્માનગની કાદરી, નાતખવા આબીદખાન સુલતાની, મોલાના હામિદરઝા, રફીકભાઈ મચ્છર (પૂર્વ શિક્ષક બાલુબા વિધાલય) એ જજ તરીકે સેવા આપી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વી.જે. મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા તેમજ પ્રિન્સિપાલ ઈસ્માઈલ મુલતાની, આકીબ હમદાણી, હનીફભાઇ નવરંગ તેમજ ઉપસ્થિત આગેવાનો ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ માં ઈંગ્લીશ મીડીયમ માં નાત શરીફ માં પ્રથમ ગીગાણી અબ્દુલકાદિર અબ્દુલસમદબીજા નંબરે વેરનીયા હસન શકીલત્રીજા નંબરે માંઢાઇ મોહમ્મદહસન નૂરમોહમ્મદ
ગુજરાતી મીડીયમ નાત શરીફ માં પ્રથમ દુફાની અહેમદરઝા મુહંમદ બીજા નંબરે શેઠા જુનૈદ નાસીરભાઈ ત્રીજા નંબરે શેરવાની યાસીન પરવેઝ
તકરીર પ્રથમ (ઈંગ્લીશ મીડીયમ) બાબી મોહમદતલ્હા યુસુફ પ્રથમ (ગુજરાતી મીડીયમ) કુરેશી અબ્દુલમુત્તલિબ મુહંમદઅકરમએ હાંસલ કર્યો હતો.ગર્લ્સ સ્કૂલ માં આજે શુક્રવારે કાર્યક્રમ મેમણવાડમાં આવેલ વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કુલમાં વિદ્યાર્થીનીઓ માટે ઈદ ના દિવસે તા. 5-9-2025 શુક્રવારે સાંજે 4 વાગ્યા થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગર્લ્સ સ્કુલ અને ઈંગ્લીશ મીડીયમ સ્કુલની 34 વિદ્યાર્થીનીઓ નાઅત- મનકબત-તકરીર રજુ કરશે. વી.જે. મદ્રેસા પરિવાર દ્વારા સર્વે બહેનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.1
રિપોર્ટર:-અબ્દુલ રાવડા