પાણી પત્રક માં મગફળી નો પાક હોવાથી કપાસના પાકનો દાખલો તલાટી આપતા નથી
તે સમયના પાક નુકશાની ના ફોટો ગ્રાફ ક્યાંથી લાવવા ?
સરકારે ચૂંટણી માં લાભ લેવા મોટે ઉપાડે સહાય જાહેર કરી માંગેલા ડોક્યુમેન્ટ ક્યાંથી ભેગા કરવા
વડિયા
સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા ના ઘણા ગામડાઓમાં પાક નુકશાની થઈ હતી. આ બાબતની અનેક રજુવાતો થઇ અનેક આંદોલનો થયા અને તેના પરીણામ રૂપે સરકારે અંતે ચાલુ માસમાં ઓક્ટોબર 2024ની પાક નુકશાની ના વળતર નુ પેકેજ આવનાર જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી માં બાજી હાથ માંથી સરકતી હોય તેવુ દેખાતા આ સહાય પેકેજ આપવાની ફરજ પડી એટલે શરતો ને આધીન નહિવત ઇચ્છા સાથે આપ્યું હોય તેવુ લાગી રહ્યું છે. આ પેકેજમાં હેક્ટર દીઠ 11000/- અને મહત્તમ બે હેક્ટરની મર્યાદા માં સહાય નિયત કરેલા ગામોના ખેડૂતોને ચૂકવવા જણાવાયું છે પરંતુ તેમાં તલાટી મંત્રી નો કપાસના પાકના વાવેતર નો દાખલો સાથે જોડવા જણાવ્યું છે. અમરેલી,વડિયા કુંકાવાવ તાલુકાના ખેડૂતો ના પાણી પત્રક ક્યારેક જ તલાટીઓ ભારે છે ગત વર્ષે મીડિયા અહેવાલ બાદ ઘર બેઠા ખેડૂતોને પૂછ્યા વગર પાણી પત્રક બનાવી ખેડૂતના ખેતર માં મગફળીના પાકનુ વાવેતર બતાવતા હાલ આ જ તલાટીઓ ના ગળે ગાળિયો કસાતા તે જ કપાસના વાવેતર નો દાખલો આપવાની ના પાડતા જોવા મળ્યા છે. તો બીજી બાજુ ખેડૂતો ને પરાણે પેકેજ આપવું પડતું હોય તેમ તે સમયના એટલે કે ઓક્ટોબર 2024 ના સમયના પાક નુકશાની ના ફોટોગ્રાફ માંગતા હવે એક વર્ષ જૂના પોતાના ખેતર ના પાક નુકશાની ના ફોટોગ્રાફ ક્યાંથી લાવવા તે મોટો પ્રશ્ન ખેડૂતો ની સામે આવતો જોવા મળી રહ્યો છે.હાલ સમગ્ર વિસ્તાર ના ખેડૂતો તલાટી મંત્રીઓને આ સહાય મેળવવા ભાઈ બાપા કરતા હોય પણ આ સાહેબો કઈ રીતે દાખલો આપે તે એક મોટો પ્રશ્ન છે ત્યારે ખેડૂતો ને માટે આ સહાય પેકેજ માથાના દુખાવા સમાન બન્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.તો આ પેકેજ ની સહાય ફક્ત પોતાના મળતીયા ઓને જ મળે તેવી નીતિ સરકારે અપનાવી હોય તેવુ ધક્કા ખાતા ખેડૂતો કહી રહ્યા છે.હવે જોવાનું એ રહ્યું કે તલાટીઓ કાગળ પર ખોટું કરીને દાખલો આપી ને ખેડૂતો ની વહારે આવે છે કે પછી પોતાની નોકરી સાચવવા નિયમ ને વળગી રહેશે તેતો આવનાર સમય જ બતાવશે.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી