Read Time:59 Second
ક્ષત્રિય સમાજ માટે દશેરા માત્ર તહેવાર જ નહીં પરંતુ સંઘ શક્તિ અને એકતાનું પ્રતિક છે. રાજપૂતો દ્વારા કરવામાં આવતો આ કાર્યક્રમ સમાજની પરંપરા અને ગૌરવનું પ્રતિબિંબ છે. તેથી, સમાજના દરેક સભ્યોને વિનંતી છે કે તેઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે. પરંપરાગત પહેરવેશ – સાફો, પાઘડી અને તલવાર – સાથે ઉપસ્થિત રહેવું આપણી ઓળખ છે. સાથે જ, સમાજના દરેક સભ્યોએ પોતાના સ્વેચ્છિક આર્થિક યોગદાનથી આ કાર્યક્રમને ભવ્ય બનાવવા સહકાર આપવો.
આ ભવ્ય દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ 2 ઓક્ટોબરના રોજ યોજાશે. સૌને હાજરી આપવા હાર્દિક આમંત્રણ.
રિપોટર લલીતભાઈ નિમાવત બાલંભા