Mahir Kalam News

News Website

ધ્રોલ બિહારમાં મહાગઠબંધન, ખાસ કરીને કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતૃશ્રી હીરાબા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓને કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે ધ્રોલ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Views: 51
0 0

Read Time:2 Minute, 12 Second

આ આવેદનપત્રમાં ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ અને આરજેડીના નેતાઓની આકરી ટીકા કરી હતી અને તેમને તાત્કાલિક માફી માંગવા માટે અપીલ કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકારણમાં વ્યક્તિગત ટિપ્પણીઓ કરવી એ નિમ્ન સ્તરનું રાજકારણ છે અને તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. મહિલા મોરચાએ માંગણી કરી હતી કે જે નેતાઓએ આવી ટિપ્પણીઓ કરી છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા આવી હરકત ન કરે, આવેદનપત્ર આપતા સમયે ધ્રોલ શહેર ભાજપ મહીલા મોરચાના પુર્વ પ્રમુખ અને જીલ્લા પંચાયત સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન શ્રીમતી ગોમતીબેન મેધજીભાઈ ચાવડા સાથે ધ્રોલ શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારોમા શિતલબેન દલસાણીયા, મનીષાબેન દાણીધારીયા, જયશ્રીબા ઝાલા, મધુબેન વધેરા, મિતલબેન ગડારા, પિન્ટુબેન ગડારા, ફરીદાબેન તાયાણી, ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા, નગરપાલિકા સદસ્ય ભારતીબેન ગડારા, શાન્તુબા જાડેજા, પુર્વ નગરપાલિકા સદસ્ય દિપ્તીબેન તુષારભાઈ ભાલોડીયા તેમજ અન્ય સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના માતાનું સન્માન એ દરેક ભારતીયનું સન્માન છે. રાજકીય મતભેદ હોય શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિના પરિવારજનો, ખાસ કરીને માતા વિશે આવી ટિપ્પણીઓ કરવી એ અત્યંત શરમજનક છે.

રિપોટર લલીતભાઈ નિમાવત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *