કપરાડા તાલુકાના મનાલા મૂળ ફળિયા પાસે આવેલા કોઝવે પુલ પર આજે સવારે મોટો બનાવ બન્યો હતો. મોટી પલસાણ ગામના યુવાનો ઉત્તમભાઈ સોનિયાભાઈ પાગી અને અમૃતભાઈ જાનુભાઈ પાગી પોતાની મોટરસાયકલ (GJ15 DF2743) પર કામકાજ માટે વાપી તરફ જઈ રહ્યા હતા. એ દરમ્યાન ઉપરવાસના ભારે વરસાદને કારણે કોઝવે પુલ પર પાણી ભરાઈ જતા બંને યુવાનો મોટરસાયકલ સહિત વહેણમાં તણાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ગામલોકોએ બંને યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા અને સાથે મોટરસાયકલને પણ બચાવી હતી. સદનસીબે બંનેના જીવ બચી જતા ગામમાં રાહતનો માહોલ સર્જાયો હતો.
આ બનાવની જાણ થતાં વાડધા-મનાલા ગામના સરપંચ જ્યેન્દ્ર ગાંવિત પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનોના બહાદુરી પૂર્ણ પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા સરકારે તાત્કાલિક આ કોઝવે પુલના સ્થાને કાયમી મોટો પુલ બનાવવા માગ કરી હતી, જેથી વરસાદી સિઝનમાં આવો જોખમ ફરી ન સર્જાય