તમામ ટ્રસ્ટીઓએ અને આજુબાજુ ના વિસ્તાર ના લોકોએ મામલતદાર મેડમ શ્રીને અને ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું
માંગરોળ ખાતે આવેલ હાસુ જમાદાર મસ્જિદની માલિકીની મિલ્કત વર્ષોથી અતિ જર્જરીત હાલતમાં છે. આ ઈમારતમાં હાલ ગુલિસ્તાન પ્રાથમિક શાળા ચાલી રહી છે.
આ મિલ્કતના આજુબાજુ રહેતા લતાવાસીઓએ નગરપાલિકા માંગરોળ સમક્ષ વારંવાર અરજી કરીને સદરહુ ભયજનક ઈમારત તાત્કાલિક ઉતારવા માગણી કરી છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા પોતાના ભાડુતોને જગ્યા ખાલી કરવા તા. 19-06-2023ના રોજ આરપીએડી દ્વારા લેખિત નોટીસ આપવામાં આવી હતી, જેની નકલ નગરપાલિકા કચેરીમાં જાવક પણ કરવામાં આવી છે.
ઈમારત લાકડાના પીઢીયા વાળી અને સડકાયેલી/ઉધઈ લાગેલી હોવાને કારણે કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. સંસ્થા તરફથી નગરપાલિકાને લેખિત બાહેંધરી આપવામાં આવી છે કે ઈમલો ઉતારવાની કાર્યવાહી દરમ્યાન થનાર ખર્ચ સંસ્થા કાયદેસર ચૂકવવા તૈયાર છે. તેમ છતાં નગરપાલિકા તરફથી આજદિન સુધી માત્ર નોટીસો આપવામાં આવી છે, અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી