ગુજરાતી ફિલ્મ “લાલો : કૃષ્ણ સદા સહાયતે” ની સ્ટારકાસ્ટ જૂનાગઢની મુલાકાત આવી હતી. તેઓ એ જૂનાગઢની અલગ અલગ કોલેજ અને હાઈસ્કૂલની મુલાકાત લીધા હતી પછી તેઓએ ડોક્ટર પિયુષ બોરખતરીયા સાહેબ ની હોસ્પિટલ એસ્થે કાયાકલ્પ ની મુલાકાત લીધી હતી. મુવીના ડિરેક્ટર અંકિત સખીયા, રોઈન રિવા રાચ્છ, હીરો કરન જોશી એ હોસ્પિટલ ની મુલાકાત લઈ ને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને જૂનાગઢ માં આવી હેર અને સ્કીન માટે ની આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલ શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ મુવીનું મોટાભાગનુ શૂટિંગ જૂનાગઢ ના ઉપર કોટ, દામોદર કુંડ, નરસિંહ મહેતા ની ચોરો, વિલીંગ્ડન ડેમ, ગિરનાર અને ભવનાથમાં કરવામાં આવ્યુ છે.
અન્ય કલાકારો માં શ્રુહદ ગૌસ્વામી એ પણ કામ કર્યું છે
. ફિલ્મનું પિકચરાઇઝેશન જૂનાગઢના શુભમ ગજ્જર અને તેની ટીમ મીત પટેલ ઉદય ગજ્જર અને દેવાંગ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.
આ મુવી ની સ્ટોરી કૃષ્ણાંશ વાજા, અંકિત સખીયા અને વિકી પૂર્ણિમા જોશી દ્વારા લખવા માં આવી છે. મેનિફેસ્ટ ફિલ્મના બેનર હેઠળ બનેલી અજય બળવંત પાદરીયા અને જય વ્યાસ પ્રોડક્શન દ્વારા નિર્મિત મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ સોલસૂત્ર અને આર.ડી. બ્રધર્સ ફિલ્મ દ્વારા આ મુવીને પ્રસ્તુત કરવામાં આવી છે..