રાજકોટ જીલ્લાનાં ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષોથી પણ જુની સૈયદા ન્યામત માં ની દરગાહ આવેલી છે આ દરગાહ ખુબજ જૂની અને લોકોની આસ્થાનું પ્રતિક છે. દર રોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવાં આવતાં હોય છે જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતિક તરિકે આ સૈયદા ન્યામત માં ની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે
આ દરગાહ પર વર્ષોથી ઉર્ષ નું આયોજન સૈયદ સિદ્દીકમિયા પિરજાદા દ્વારા કરવામાં આવી રહયું હતુ. અંદાજે 25 વર્ષોથી આ પરીવાર દ્વારા ઉર્ષ નું આયોજન સાંભળી ધામ ધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવતી જયારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગર પાલિકા સુપરવાઈઝર એવાં સિદ્દીકમિયા પીરજાદાનું ઇન્તકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમનાં પૂત્ર સોયાબમિયા પીરજાદા, ઇશાકભાઈ શેખ, મોહસીનબાપૂ પીરજાદા, અને પીરજાદા પરિવાર દ્વારા ઉર્ષ નો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખુબજ સરસ રીતે ત્રણ દિવસ ઉર્શની ઉજવણી કરી હતી, જેમા અલગ અલગ દિવસોમાં, ચાદર શરીફ, સંદલ શરીફ, નાત શરીફ જેવાં વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ ન્યાજ નો એક ભવ્ય કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો જેમાં હજારો લોકોએ ન્યાઝ નો લ્હાવો લઈ દરગાહના દીદાર કર્યાં હતાં..