પોલીસ પોતાની મરજી મુજબ ના વિડીયો ફોટા આપે છે
ફરિયાદી કે આરોપીઓની માહિતી માટે પત્રકારો ને પોલીસ સહયોગ આપતી નથી
આજરોજ અમરેલી એલ સી બી ખાતે એક આરોપી ને પકડી પાડેલ તેની માહિતી આપવા માટે અમરેલી ના સ્થાનિક ઇલેટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પ્રેસ વાર્તા માટે બોલાવેલ હતા
ત્યારે અમરેલી ના સ્થાનિક પત્રકારોએ આ પી સી નો બહિષ્કાર કર્યો હતો અને એક પણ પત્રકાર પી સી મા હાજર રહિયા નહિ અને પોતાનો વિરોધ દર્શાવેલ હતો ત્યારે પત્રકારો ની માંગ હતી કે પોલીસે નિમેલ વિડીયો ફોટોગ્રાફર પોતાની મેળે જે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા મા ન ચાલે તેવા ફૂટેજ આપે છે જેની અનેક વખત મૌખિક રજુઆત કરી હતી પણ આ તો પોલીસ કહેવાય ? જયારે જયારે પોલીસ પાસે આરોપી કે ફરિયાદી ની વિગતવાર માહિતી જોઈતી હોય ત્યારે આપતાં નથી અને એક બીજી પોલીસ ખો ખો રમે છે
અમરેલી ના સ્થાનિક પત્રકારો જે એક પોલીસ કર્મી હોય તેમ પોલીસ એક મેસેજ કરે કે આજે પી સી છે તો છે પોતાના સ્વ ખર્ચે અને કલાકો સુધી રાહ જોતા હોય અને પોલીસ ની કામગીરી ના વખાણ કરતા જોવા મળે છે બાકી અમરેલી પત્રકારો ખુબ હોશિયાર છે કે સોય ના નાકા માંથી પણ સમાચાર શોધીને લાવી શકે તેવા છે
અમરેલી એસ પી ને વિંનતી કે પોલીસ કોઈપણ પી સી કરે તો સ્થાનિક પત્રકારોને વિષવાસ મા લે અને પોતાની રીતે વિડીયો ફોટા લેવા દયે તેવી માંગણી છે