ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર દ્વારા પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાના બાળકો અત્યારથી જ વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં એન્જીનિયરીંગનું મહત્વ સમજતા થાય
ઉદ્દેશથી એંજિનિયર દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ધ્રોલ તાલુકાની અટલ ટીંકરિંગ લેબ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ સામેલ થયેલ. જેમાં ધ્રોલની શ્રી બી. એમ. પટેલ શાળાના 57 વિદ્યાર્થીઓ, જી. એમ. પટેલ કન્યા વિદ્યાલયના 60 વિદ્યાર્થીઓ અને શ્રી ગણેશ વિદ્યા સંકુલના 187 વિદ્યાર્થીઓ સહિત કૂલ 304 જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયેલ. સામેલ થયેલ
તે તમામ વિદ્યાર્થીઓને IP એટલે શું? તે અંતર્ગત એક પાવર પોઇન્ટ પ્રેઝંટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ IP લેબની મુલાકાત, વિજ્ઞાનકેન્દ્રના વિવિધ એન્જીનિયરીંગ મોડલનું નિદર્શન, તેમજ રોબોટિક્સ ક્ષેત્રે એંજિનિયરનાં મહત્વ વિષે બાળકોને વિવિધ પ્રકારના રૉબોટ દ્વારા માહિતગાર કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાનકેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજય પંડ્યા દ્વારા કરવામાં આવેલ. સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા દ્વારા બાળકો નાની ઉમરથી વિજ્ઞાનક્ષેત્રે રસ લેતા થાય અને વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં કારકિર્દી બનાવે તેવા અભિનંદન પાઠવેલ.
અહેવાલ અશ્વિન બી આશા ધ્રોલ દ્વારા