તા. ૧૭.૯.૨૦૨૫
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જિલ્લા રેડ ક્રોસના નેજા હેઠળ વલસાડ જિલ્લાના ૨૦ તથા નવસારી જિલ્લાના ૭ વ્યક્તિઓ મળી કુલ ૨૭ વ્યક્તિઓએ આપણા લોકલાડીલા, સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નવા કુત્રિમ પગ (આર્ટિફિશિયલ લીંબ) મેળવ્યા હતા. આ કાર્યક્રમ એસ. આર. ઈન, મોંઘાભાઇ હોલ વલસાડ ખાતે, બુધવાર, તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ, રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના લોકલાડીલા કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ દેસાઈ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ રેડ ક્રોસના ચેરમેન શ્રી જયંતીલાલ (અરવિંદભાઈ) પટેલ તેમજ બીડીસીએના સેક્રેટરી શ્રી જનકભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહી દરેક વિકલાંગ વ્યક્તિઓને મળીને પ્રોત્સાહન આપ્યુ હતું તથા તેમને તંદુરસ્ત દીર્ઘાયુ ઇચ્છ્યું હતું.
માં. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ આજના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે રેડ ક્રોસ તરફથી મળેલી આ ભેટ ને બીરદાવી હતી અને કુત્રિમ પગને લઈને ચાલવા હરવા ફરવામાં ખૂબ જ ઉપયોગી થશે એમ જણાવ્યું હતું. સરકારની વિવિધ સંસ્થાઓ દ્વારા જે કંઈ સીએસઆર ગ્રાન્ટ દ્વારા પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને બીરડાવી હતી.
આ પ્રસંગે ભારત સરકારના નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ના સુરત ખાતેના ઓફિસર શ્રી દુર્ગા પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાતમાં જેટલા જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે એ દરેક ૮ જિલ્લાઓમાં આ કુત્રિમ પગ નો કાર્યક્રમ રેડ ક્રોસ મારફતે કરવામાં આવી રહ્યો છે. આ જર્મન બનાવટના કૃત્રિમ પગ વજનમાં હલકા હોય છે અને પહેરીને ચાલવામાં ખૂબ જ અનુકૂળતા રહે છે.
વલસાડ રેડ ક્રોસના ચેરમેન શ્રી જયંતીલાલ (અરવિંદભાઈ) પટેલે માનનીય યશસ્પી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે એમને શુભેચ્છા પાઠવી આજના પવિત્ર દિવસે, જે નવા કુત્રિમ પગ લોકોને આપવામાં આવ્યા છે એ અંગે ખુશી વ્યક્ત કરી હતી તથા ગુજરાત રેડ ક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલનો અને રેડ ક્રોસની ફિઝિયોથેરાપી ટીમના દરેક સભ્યોનો આભાર માન્યો હતો.
ગુજરાત રેડ ક્રોસના ડો. હાર્દિકભાઈ તથા તેમની ટીમે સુંદર કામગીરી બજાવી હતી.
બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ