Mahir Kalam News

News Website

જામનગર : મેઘપર ગામમાં મકાનમાંથી ૨૨ લાખના સોનાના દાગીનાની ચોરી

જામનગર : મેઘપર ગામમાં મકાનમાંથી ૨૨ લાખના સોનાના દાગીનાની ચોરી
Views: 53
0 0

Read Time:2 Minute, 56 Second

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક વૃઘ્ધના મકાનમાં ત્રાટકેલ શખ્સ પેટી પલંગમાં રાખેલા સોનાના દાગીનાના અલગ અલગ બોકસની ચોરી કરી ગયો છે, આશરે ૨૨ લાખની કિંમતના ઘરેણાની ચોરી થયાની વિધિવત ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ આદર્યો છે.

લાલપુરના મેઘપર ગામમાં ફટકડીના કારખાનાની સામે રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેકટર ચલાવવાનો ધંધો કરતા કિશોરસિંહ કેશુભા જાડેજા (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધે ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ દાગીના ચોરી કરીને લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી કિશોરસિંહના રહેણાક મકાને આશરે ૧૫-૨૦ દિવસ અગાઉ કોઇ અજાણ્યા શખ્સે દિવસ અથવા રાત્રીના કોઇ સમયે ગુપ્ત રાહે રૂમમાં પ્રવેશ કરીને રૂમની અંદર પેટી પલંગમાં એક થેલીમાં અલગ અલગ બોકસમાં રાખેલ સોનાના દાગીના જેનું વજન આશરે ૩૫૦ ગ્રામ જેની આશરે કિ. ૨૨ લાખની ચોરી કરીને લઇ ગયા હતા.

પખવાડીયા પુર્વેના દાગીના ચોરી અંગે મકાન માલિકને બે દિવસ પહેલા ઘ્યાને આવતા ગઇકાલે તેમણે મેઘપર પડાણા પોલીસનો સંપર્ક કરીને વિધિવત ફરીયાદ નોંધાવી હતી, માતબર દાગીના ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે. અને આ દિશામાં પણ પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

ચોરીનો બનાવ સામે આવતા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવામાં આવી હતી, મેઘપર પીઆઇ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જે રીતે રૂમની અંદરના પેટી પલંગમાંથી દાગીના ભરેલા બોકસ ગાયબ થયા છે કોઇ તાળા તોડવામાં આવ્યા નથી જેના પરથી જાણભેદુ તરફ આશંકા પ્રબળ બની છે જેના આધારે પોલીસ દ્વારા પુછપરછ અને નિવેદનો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વાહન અને વાયર ચોરીના બનાવો એક પછી એક પોલીસ ચોપડે નોંધાયા છે, થોડા સમય પુર્વે ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા હતા જેના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા છે દરમ્યાન મેઘપર ગામમાં મોટી ચોરીનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

બ્યુરો ચિફ:-સદામ શેખ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *