૪૫ માં વર્ષે જીવનનગર પ્રાચીન ગરબીમાં તૈયારી કરતી બાળાઓ
રાજકોટ રૈયા રોડ ઉપર પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવતું જીવનનગર સમિતિ.
રાજકોટ : રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે જીવનનગર પ્રાચીન ગરબીએ ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫ મા વર્ષે બાળાઓની પ્રેકટીસ આખરી તબક્કામાં છે. આ ગરબીમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ પ્રાચીન ગરબામાં અવલ્લે છે. કોમી એકતાનું પ્રતિક સમાન ગરબીને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. પરિવાર સાથે કલાપ્રેમીઓ ખાસ હાજરી આપે છે.
ગરબી મંડળમાં મુખ્ય સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલના માર્ગદર્શન હેઠળ બાળાઓના ત્રણ વિભાગની પ્રાચીન ગરબીમાં રાસ-ગરબા કલા પીરસવા પ્રેકટીસ ચાલી રહી છે. મહાદેવધામમાં મહિલા મંડળની કમિટીમાં સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, યોગિતાબેન જોબનપુત્રા, ભકિતબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, આશાબેન મજેઠીયા તથા સમિતિના વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, સદસ્યો નવરાત્રિ મહોત્સવનું સંચાલન કરી સંસ્કૃતિ અનુરૂપ રાસ-ગરબા રજૂ કરવામાં આવે છે.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રહીશોની એકતાના કારણે ૪૪ વર્ષ ગરબીને પૂર્ણ કરી ૪૫ માં વર્ષે પ્રાચીન ગરબી પ્રવેશે છે. માનવીની ઓળખ સાથે કોઈપણ બાળાને વેશ આપવામાં આવે છે. ગરબીને કોમી એકતાના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. બાળાઓની કૌશલ્યની કસોટી હોય છે. જીવનનગર પ્રાચીન ગરબીએ અવલ્લ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજયમાં સમિતિની કામગીરી માનવ ધર્મને અનુસરીને કરવામાં આવે છે.
‘એ’ ગ્રૂપની બાળાઓ ઃ દેવાંગી ભીંડે, નિષ્ઠા દવે, જીયા ઠક્કર, અર્પિતા ડાંગર, આરાધ્યા ડાંગર, પ્રીશા પારેખ, તાની જોબનપુત્રા, કાવ્યા પરમાર, ખુશી પંડયા, પ્રતિક્ષા બાવરીયા, કૃતિકા ભટ્ટ, પ્રિયાંશી પાલા, તિર્થા ગંગદેવ, જીયા બોડિયા. ‘બી’ ગ્રુપની બાળાઓ : પાર્થી ભાણવડીયા, સ્વરા પીઠડીયા, ત્રીસા ચૌહાણ, મનસ્વી અજાગીયા, રાજલ માટીયા, બંસી માટીયા, હવે ભાલોડિયા, નૈત્રી પરમાર, પૂર્વી મકવાણા, ધ્યાના દવે, રીયા બોળિયા, વ્યાના સાગર. ‘સી’ ગ્રૂપની બાળાઓ : શ્રીયા લશ્કરી, યશ્વી ડોલે, મિશા ચૌહાણ, ત્રિસા પરમાર, શ્રીયા ૫રમાર, હિર હરિહર, અંજલી પરમાર, આરના આશરા, આયુષી પરમાર, પ્રીયા બોળીયા, કરીમા સોનખર, સંતોષ સોનખર, વંશીકા મકવાણા, સ્તુતિ ઠાકર.
અત્યારે મહાદેવધામ, ૪, જીવનનગરમાં પ્રેકટીસ કરી રહી છે. નવરાત્રિ મહોત્સવમાં બાળાઓ પોતાનું કૌશલ્ય રજૂ કરશે. ગરબીમાં દીવડા, દાંડિયા, ખંજરી, બેડા, ટીપ્પણી, તાલી, સાડી વિગેરે અવનવા રાસ દરરોજ રજૂ કરવામાં આવશે. તા. ૨૨ મી થી બાળાઓ પોતાની કલાનો પરિચય આપશે.
ફોટો તસ્વીર : જીવનનગર પ્રાચીન ગરબીની તૈયારી કરતી બાળાઓ અને આયોજકો.
માન. તંત્રીશ્રી
આપશ્રીના સુપ્રિસદ્ધ અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
જીવનનગર પ્રાચીન ગરબી મંડળ
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા