Mahir Kalam News

News Website

ખરાબ રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટી અમરેલીએ “રોડ બનાવો-જીવ બચાવો” કાર્યક્રમ અંતર્ગત કર્યું વિરોધ પ્રદર્શન*મ

ખરાબ રોડ રસ્તા મુદ્દે આમ આદમી પાર્ટી અમરેલીએ “રોડ બનાવો-જીવ બચાવો” કાર્યક્રમ અંતર્ગત કર્યું વિરોધ પ્રદર્શન*મ
Views: 122
0 1

Read Time:3 Minute, 21 Second

ગુજરાતના ખરાબ રસ્તાઓના કારણે થઈ રહેલા અકસ્માતો અને  જાનહાનિને પગલે કર્યું વિરોધ પ્રદર્શન : AAP જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા

હેલ્મેટ નહીં, ખરાબ રસ્તાઓનો કારણે લોકોના મોત થાય છે : AAP જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા

*જો સરકાર રોડ રસ્તા નહીં સુધારે  તો આ લડત વધુ તીવ્ર થશે: AAP જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા

અમરેલી ગુજરાત

અમરેલી અને ગુજરાતના લોકો લાખો કરોડોનો ટેક્સ સરકારને આપે છે અને તેની સામે લોકોને સારા રોડ રસ્તા પણ નથી મળી રહ્યા. અમરેલી અને ગુજરાતમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ-રસ્તાઓના કારણે રોજિંદા બનતા અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેની સામે વિરોધ સ્વરૂપે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં “રોડ બનાવો-જીવ બચાવો” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે અમરેલી શહેરમાં “રોડ-રસ્તા બનાવો, જીંદગી બચાવો” કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજે આમ આદમી પાર્ટી અમરેલીના કાર્યકર્તાઓએ “રોડ બનાવો-જીવ બચાવો” ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, જિલ્લા SC મંત્રી હરેશભાઈ માધડ, તાલુકા પ્રમુખ જયદીપભાઈ પાંચાણી, તાલુકા મહામંત્રી ધર્મેશભાઈ કાનપરિયા, શહેર ઉપપ્રમુખ વિપુલભાઈ ગજેરા, શહેર યુવા પ્રમુખ આકાશભાઈ ચાવડા, SC પ્રમુખ વિરેન્દ્રભાઈ વાઘેલા, પ્રિતેશભાઈ ચૌહાણ, વગેરે નેતાઓ તથા કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાન અંતર્ગત કાર્યકરો મોટી સંખ્યામાં ખાડાઓ અને તૂટેલા રોડ પર હેલ્મેટ પહેરીને પદયાત્રા પણ કરી. કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને અને સરકાર વિરુદ્ધ નારા લગાવીને આ મેસેજ આપ્યો કે, “લોકોના અકસ્માત અને મોત હેલ્મેટ ન પહેરવાથી નહીં, પરંતુ ખરાબ રસ્તાઓને લીધે વધારે થઈ રહ્યા છે.” આજે ગુજરાતના અમરેલીના દરેક શહેર, વોર્ડ અને ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ફેસબુક લાઈવ, ફોટો અને વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો અને લોકોની જાગૃત કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીની તમામ ટીમો અને તમામ સંગઠનના કાર્યકરોએ સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની સફળ બનાવ્યો.

બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *