ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કનૈયા હોટલ સામે આવેલ નિર્માણાધીન ઓવરબ્રીજ પાસે થી જેતપુર-ગોંડલ ને.હા. રોડ ઉપર થી દેશીદારૂ લીટર ૯૦૦ તથા એક હ્યુન્ડઇ કંપની ની વર્ના કાર તથા મોબાઇલ ફોન સાથે એક ઇસમ ને કુલ રૂ.૨,૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ:-
(૧) ધર્મેશભાઇ દિપકભાઇ ચુડાસમા ઉ.વ.-૨૮ રહે જુનાગઢ કામદાર સોસાયટી દાતાર રોડ તા.જી.જુનાગઢ (૨) કિશન ડાયાભાઇ રાઠોડ રહે મુળ જેતપુર હાલે જુનાગઢ મધુરમ વિસ્તાર (પકડવા પર બાકી)
કબજે કરેલ મુદામાલ:-(૧) દેશીદારૂ લીટર ૯૦૦ કિ.રૂ.૧,૮૦,૦૦૦/-(૨) હ્યુન્ડઇ વર્ના કાર રજી.નંબર GJ-03-DN-9248 કી.રૂ.૧,૦૦,૦૦૦/-(૩) મો.ફોન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦/-કુલ કિ.રૂ. ૨,૯૦,૦૦૦/-નો મુદામાલ
કામગીરી કરનાર ટીમ:-રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવીરસિહ રાણા તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.