જામનગર શહેર અને જિલ્લામાં થોડા થોડા વિરામ બાદ મેઘરાજા અવરિત હેત વરસાવી રહ્યા છે, અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. જેના અનુસંધાને જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકીના પાંચ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. આ ઉપરાંત છ ડેમ કે જે પુરા ભરાયેલા છે, અથવા તો છલકવાની તૈયારીમાં છે. જ્યારે ડેમનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આવા છ જળાશયો પૈકીના ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત કોટડા બાવીસી ડેમનો પણ એક દરવાજો ખોલીને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. બાકીના ૧૪ જળાશયોમાં ૩૫ થી ૪૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે, અને ધીમે ધીમે પાણીની આવક ચાલુ રહી છે. જામનગર શહેરને પાણી પુરૃં પાડતા સસોઈ અને રણજીતસાગર ડેમ છલકાઈ ગયા છે. ઉપરાંત ઊંડ-૧ અને આજી-૨ ડેમમાં પાણીની આવક અવરિત ચાલુ રહેતી હોવાથી જામનગર શહેર માટે પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહ્યો નથી, અને એકાંતરા પાણી વિતરણ ચાલુ રહ્યું છે.
જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકી પાંચ ડેમ ઓવરફ્લોઃ છ ડેમ છલકાવાની તૈયારી

Views: 18

Read Time:1 Minute, 28 Second