આટકોટમાં વિજ્ઞાન જાથાનો ૧૦,૦૭૦ મો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
આટકોટમાં માતૃશ્રી ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમે સોમવારે જાથાનો કાર્યક્રમ.
ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.
જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.
છાત્ર-છાત્રા, વાલી-ગ્રામજનો હાજરી આપશે.
અમદાવાદ : રાજકોટ જિલ્લાના જસદણ પાસે આટકોટમાં માતૃશ્રી ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમે છાત્ર-છાત્રાઓ, વાલી, જનસમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવા ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સોમવાર સવારે સાડા નવ કલાકે સંકુલના વિશાળ મેદાનમાં યોજાવાનો છે. જાથાના જયંત પંડયા પ્રયોગ નિદર્શન સાથે વૈજ્ઞાનિક સમજ આપશે. જાથાનો ૧૦,૦૭૦ મો કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન મેનેજીંગ ટ્રસ્ટી હરેશભાઈ પરવાડીયા, શિવલાલભાઈ વેકરીયા, રવજીભાઈ પટેલ, અરજણભાઈ એલ. રામાણી, ગોવિંદભાઈ ખૂંટ, કેશુભાઈ ગોટી, જેરામભાઈ ખોખરીયા, ડૉ. ગીરીશભાઈ ભીમાણી, ડૉ. પંકજભાઈ કોટડીયા, ડૉ. રાકેશભાઈ ધોળકિયા, વેલજીભાઈ હિરપરા, આશીષભાઈ રામાણી, મનસુખભાઈ રામાણીની હાજરીમાં કરવામાં આવશે. આ ઉપરાંત પ્રિન્સિપાલ અનીલ મેથ્યુ, જાગૃતિબેન પેથાણી, જયદીપભાઈ ખાચર, મહેન્દ્રભાઈ ગરાસીયા તેમજ ગૃહમાતા ડેનીસાબેન રામાણી, પ્રીયાંસીબેન બરવાળીયા, દિપાલીબેન રામાણી, પૂજાબેન ઉપાધ્યાય તથા લલીતાબેન ભુરીયા હાજરી આપવાના છે.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ધૂણવું-સવારી આવવાની ડિંડકલીલા, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, શ્રીફળ ઉપર બેસીને આપોઆપ ફરવું, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, માથા ઉપર સગડી રાખવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, કર્ણપિશાચ વિદ્યાનું ભ્રમ, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા વિગેરેનું નિદર્શન કરી સૌ કોઈને શીખડાવી દેવામાં આવશે.
આટકોટમાં જાગૃતિને અદ્દભુત કાર્યક્રમ સોમવાર તા. ૧૫ મી ડિસેમ્બર સવારે ૯-૩૦ કલાકે માતૃશ્રી ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંકુલમાં આયોજન કરવામાં આવ્યું છે.
પ્રયોગમાં મિમિકી આર્ટીસ્ટ ઉમેશભાઈ રાવ, જાથાના અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ સહિત કાર્યકરો ભાગ લેવાના છે.
રાજયમાં પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં જાગૃતિ મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











