જેમ આપણે બાલદિન, માતા-પિતા દિવસ, શિક્ષક દિવસ ઉજવીએ છીએ તેમ જ શાળાના સહાયક સ્ટાફનો આભાર વ્યક્ત કરવા માટે અમે વર્કર્સ ડે પણ ઉજવ્યો.
જેમાં સૌ પ્રથમ બધા જ વર્કસ( કામદારો) નું કુમકુમ ચોખા થી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 1 થી 10 ના એક એક વિદ્યાર્થીઓએ એક એક અભિનંદન કાર્ડ, ચોકલેટ અને ફૂલો આપી તથા ધોરણ 8 ની વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય કરી તેમનું સ્વાગત કર્યું હતું. ખાસ કરીને, કિન્ડરગાર્ટનના નાના બાળકોએ પણ તેમનો પ્રેમ અને આભાર વ્યક્ત કરતાં તેમને ગિફ્ટ્સ અને ગ્રીટિંગ્સ કાર્ડ્સ આપ્યા હતા.
ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાઓ થઈ હતી. પછી ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ જુદા જુદા સહાયકો (જેમ કે દૂધવાળો, શાક વાળો વગેરે ) પોશાકો પહેરીને, એક્ટિંગ સાથે તેમના વિશે બે શબ્દો બોલી ,ધોરણ 7 વિદ્યાર્થીઓ જુદા જુદા મજૂરોના જીવનને પ્રદર્શિત કરતું સુંદર નાટક અને નૃત્ય કરી, તથા ધોરણ 4 અને 5 વિદ્યાર્થીઓ સમાજના સહાયક એવા મજૂરોના કામને સલામ કરતો ડાન્સ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ શાળાના બધા જ કામદારોને જુદી જુદી રમતો જેમકે શાકભાજીની ઓળખ, ફુગ્ગાને હવામાં ઉડાડી ભેગા કરવા, સ્ટ્રો વડે થર્મોકોલના દડાને ભેગા કરવા વગેરે જેવી રમતો રમાડી વિજેતાને પહેલો, બીજો અને ત્રીજો ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ જુદા જુદા ગીતો ને ભેગા કરી સુંદર ડાન્સ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ત્યારબાદ શાળાના મેનેજર સિસ્ટર મનીષા તથા પ્રિન્સિપલ સિસ્ટર રૂપા દ્વારા પણ આજના શુભ દિવસે તેમના માનમાં બે શબ્દો કહી અને પોતાના તરફથી સુંદર ભેટ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર.











