આજ રોજ બાગાયત મહા વિદ્યાલય ખાતે ધુમ્રપાન નિષેધ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં ધુમ્રપાનના નુકસાન વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ધુમ્રપાન અને તમાકુના સેવનથી થતા આરોગ્યના ગંભીર પ્રભાવ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને પી.એલ.વી. અલતાફભાઈ કુરેશી દ્વારા હૃદયસ્પર્શી વક્તવ્ય આપવામાં આવેલ
આ કાર્યક્રમમાં કુલ 180 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ધુમ્રપાન તથા તમાકુથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. કોલેજના આચાર્ય વરુસાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ધુમ્રપાનના નુકસાન વિશે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો અને સમાજને પણ તમાકુમુક્ત બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે સાવલિયાસાહેબ,વસાવાસાહેબ, વગેરે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ રહિશ બાનવા કોડીનાર











