Mahir Kalam News

News Website

મીઠાપુર ના લોકપ્રિય પી.આઈ. ની બદલી; મોટી સંખ્યામાં લોકો એ સાહેબ ને માનભેર વિદાય આપીઓખામંડળ તાલુકા ના મીઠાપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. ડી.એમ. વાંઝા સાહેબ ની તાજેતરમાં જ વલસાડ ખાતે બદલી થયા અને સાહેબ જવાના હોય

મીઠાપુર ના લોકપ્રિય પી.આઈ. ની બદલી; મોટી સંખ્યામાં લોકો એ સાહેબ ને માનભેર વિદાય આપીઓખામંડળ તાલુકા ના મીઠાપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. ડી.એમ. વાંઝા સાહેબ ની તાજેતરમાં જ વલસાડ ખાતે બદલી થયા અને સાહેબ જવાના હોય
Views: 44
0 0

Read Time:1 Minute, 47 Second

તે સમાચાર મીઠાપુર માં વાયુવેગે વહેતા થતાં જ મોટી સંખ્યામાં મીઠાપુર તેમજ આજુબાજુ ના વિસ્તારો ના દરેક સમાજ ના આગેવાનો, વેપારી ભાઈઓ, પત્રકારો તેમજ મહિલા આગેવાનો મીઠાપુર પોલીસ સ્ટેશન પર પહોંચી સાહેબ નું ફુલ હાર, મોમેન્ટો તેમજ શાલ એમ અનેક પ્રકારે સન્માન કરી માનભેર વિદાય આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે

કે પી.આઈ. ડી.એમ. વાંઝા સાહેબે પોતાના મીઠાપુર ના કાર્યકાળ દરમિયાન નાના માં નાના લોકો તેમજ દરેક સમાજ ના લોકો ને કનડગત કરતા પ્રશ્નો માં અંગત રસ દાખવી ત્વરિત જ એક્શન લીધા હતા. આ ઉપરાંત મીઠાપુર નજીક ના સુરજકરાડી નો સૌથી મોટો ટ્રાફિક પ્રશ્ન એકદમ સહજતાથી હલ કરી નાખ્યો હતો. મીઠાપુર પોલીસ સ્ટેશન નો કદાચ આ સૌથી પહેલો દાખલો હશે કે કોઇ પી.આઈ. અહીંથી જતા હોય ત્યારે આ રીતે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય. સાહેબ ની કામગીરી ને ધ્યાન માં રાખી ને આટલા મોટા પ્રમાણ માં લોકો એ ઉમટી પડી સાહેબ પોતાના જીવન માં વધારે ને વધારે સફળતા પ્રાપ્ત કરી ફરી પાછા પી.આઈ. થી પણ મોટો હોદ્દો પ્રાપ્ત કરી મીઠાપુર આવે તેવા આશીર્વાદ વરસાવ્યા હતા.
તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *