– નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રોય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદશન મુજબ પોલીસ અધિક્ષકશ્રી વિજય સિંહ ગુર્જર (IPS) નાઓ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ખેતીવાડીની ગેરકાયદેસર ડુપ્લીકેટ રાસાયણીક દવાઓ બનાવતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે નીચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
* ગુન્હાની મુળ ઘટનાનુ વર્ણન:- આ કામે લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ત્રણ કારખાનાઓ માંથી યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) કંપનીની ડુપ્લીકેટ જતુનાશક દવાઓ બનાવતા કારખાનાઓ જેમાં (૧) એડીકોન પેસ્ટીસાઇડસ પ્રા.લી. તથા (૨) શકિત કેમીકલ તથા (૩) ગ્રીન ભારત કેમીકલ પ્રા.લી માંથી અલગ અલગ ટેકનીકલ તથા કન્ટેન્ટ વાળી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કઇ રીતે ડિટેકશન થયુ/કોણે ડિટેશન કર્યુ :- મળેલ માહિતી હકિકત આધારે એસ.ઓ.જી. શાખાની અલગ અલગ ટીમો બનાવી સફળ રેઇડ કરવામાં આવેલ
* આરોપીનુ નામ:- (૧) ધ્રુવભાઇ રસીકભાઇ પટોડીયા ઉ.વ.૨૭ ધંધો.વેપાર રહે. રાજકોટ (અભ્યાસ- બી.એસ.સી. એગ્રીકલ્ચર) કપનીનુ નામ એડીકોન પેસ્ટીસાઇડસ પ્રા.લી. માખાવડ તા.લોધીકા
ગુન્હાહિત ઇતિહાસઃ- નથી.
* * કબ્જે કરેલ મુદામાલઃ- યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની Sodium acifluorfen 16.5 %+ Coldinafop-propargyl 8% EC ટેકનીકલ કન્ટેન્ટ વાળી ડુપ્લીકેટ દવાઓનો જથ્થાની કિ.રૂ.૧,૯૫,૭૫૦/-
* આરોપીનુ નામઃ- (૨) ધવલભાઇ ગોરધનભાઇ કોરાટ ઉ.વ.૨૮ ધંધો.વેપાર રહે. રાજકોટ (અભ્યાસ- એમ.એસ.સી.કેમીકલ) કપનીનુ નામ શકિત કેમીકલ વિરવા તા.લોધીકા
ગુન્હાહિત ઇતિહાસઃ- નથી.
કબ્જે કરેલ મુદામાલઃ- યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) નામની કંપનીની Sodium acifluorfen 16.5 %+ Coldinafop-propargyl 8% EC ટેકનીકલ કન્ટેન્ટ વાળી ડુપ્લીકેટ દવાઓનો જથ્થાની ४ि.३.१४,१०,०००/-
→ આરોપીનુ નામ:- (૩) સાહીલભાઇ સુરેશભાઇ ટીબડીયા ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે. શાપર(વે) (અભ્યાસ- ડીપ્લોમાં એગ્રીકલ્ચર) કપનીનુ નામ ગ્રીન ભારત કેમીકલ, રાવકી તા.લોધીકા
ગુન્હાહિત ઇતિહાસઃ- શાપર(વે) પો.સ્ટે. ગુ.ર.ન.૧૦૭૭/૨૦૨૫ કોપીરાઇટ એકટ ક.૫૧,૬૩,૬૫
આરોપીનુ નામ:- (૪) કશ્યપભાઇ મગનભાઇ આકોલીયા ઉ.વ.૩૫ ધંધો.વેપાર રહે. રાજકોટ (અભ્યાસ- ડીપ્લોમાં કેમીકલ) કપનીનુ નામ ગ્રીન ભારત કેમીકલ, રાવકી તા.લોધીકા
કબ્જે કરેલ મુદામાલઃ-કેમીકલના પાઉચનંગ-૬૦૬જેનીકી.રૂ.૭,૦૨,૦૫૦/-તથા Aris લખેલ બેરલ નંગ-૧ જેની કી.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૯,૦૨,૦૫૦/-મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા – ૨૫,૦૭,૮૦૦/-
* કામગીરી કરનાર ટીમનુ નામની વિગતઃ- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.શ્રી એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ.
જી.જે.ઝાલા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ,ચંદુભાઇ પલાળીયા, મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, પીયુષભાઇ અધેરા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઇ ધાધલ, ચીરાગ કોઠીવાર,વિપુલભાઇ ગોહિલ, પુથ્વીરાજસિંહ ડોડીયા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા તથા લોધીકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.
બ્યુરો રિપોર્ટ.રીઝવાન જુણેજા











