Mahir Kalam News

News Website

વંથલીના સાંતલપુરધાર પાસેથી સસલાનો શિકાર કરીને નિકળેલા બે શિકારી ઝડપાયા….

વંથલીના સાંતલપુરધાર પાસેથી સસલાનો શિકાર કરીને નિકળેલા બે શિકારી ઝડપાયા….
Views: 285
1 0

Read Time:3 Minute, 41 Second

છરી સાથે પકડાયા બાદ બાઈકની ડેકી ચેક કરતા મૃત સસલું મળ્યું

વનવિભાગે શાપુર રેંજમાં ગુનો નોધીને ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો

વંથલીના સાંતળપુરધાર થી બંટીયા જતા રોડ ઉપર મધરાતે છરી સાથે પકડાયેલા બે શખ્સોને પોલીસે પકડીને પોલીસ મથકે લાવ્યા હતા, અને તેના સ્કુટરની ડેકી ચેક કરતા તેમાંથી મૃત હાલતમાં સસલું મળી આવતા આખોય મામલો વનવિભાગને સોંપવામાં આવ્યો હતો, જેની પૂછતાછમાં બંને શખ્સો એ સસલાનો ગિલોલથી શિકાર કરીને છરી વડે ગળું કાપી નાખ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર મામલે જૂનાગઢ વનીકરણ વિભાગના એસીએક શાહિદ ખાન મકરાણીએ જણાવ્યું કે, તા.૧૫ ની મધરાતે સાંતલપુરપારની વીડી વિસ્તારમાં રહેતા અલ્તાફ હાસમ લાડક ઉ.૨૦ અને શેરખાન દિનમહમદ મોરી ઉ.૨૨ નામના બે રાખ્સો પોતાના સ્કુટર ઉપર વાડી વિસ્તારમાં બંટીયા જતા માર્ગ ઉપર થી પસાર થઈ રહ્યા હતા
ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

અગાઉ નિલગાયનો શિકાર કર્યાની કબુલાત

જુનાગઢ એસીએફએ જણાવ્યું કે, બંને ઈસમોની પુછતાછમાં બંને છેલ્લા પાંચ-સાત વર્ષથી આવી શિકારની પ્રવૃતિ કરી રહ્યા છે.
અને ભૂતકાળમાં નિલગાયનો પણ શિકાર કર્યાની કબુલાત આપી છે. તેઓ વન્ય પ્રાણીઓનો શિકાર કરીને તેનું માસ આસપાસના વિસ્તારમાં વેંચી નાખવા માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યાનું સામે આવ્યું છે. તેઓ શિકારની પ્રવૃતિ કરવાના ટેવ વાળા છે.

જેથી પોલીસે બંનેને પકડીને તલાસી લેતા તેમની પાસેથી છરી મળી આવી હતી, જેથી બંનેને પોલીસ મથકે લાવ્યા અને ગુનો દાખલ કર્યો હતો. તે અરસામાં તેના વાહનની ડેકી ચેક કરતા તેમાંથી મૃત હાલતમાં એક સસલું મળી આવ્યું હતું. જેને લઈને પોલીસે વનવિભાગને રીપોર્ટ કર્યો હતો. જેથી બંને શખ્સોનો કબજો મેળવીને સવાર સુધી વનવિભાગના સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તે બંનેએ સસલાને ગિલોલથી મારી માથે ગાડી ચડાવી દીધી અને બાદમાં ધારદાર છરીથી ગળું કાપીને શિકાર કરી હત્યા કરી નાખી હતી,
અને બાદમાં તેનું માસ વેચવા માટે જતા હતા. જેને લઈને બંને શખ્સો સામે શાપુર રેંજમાં વન્યજીવ શેડયુલ બે અંતર્ગત ગુનો નોધીને બંનેને ૫૦-૫૦ હજાર દંડ કરીને માંડવાળ કરવા કાર્યવાહી કરવામાં આવી છે.

આજે નાયબ વન સંરક્ષક ઉષ્મા નાણાવટીના માર્ગદર્શન નીચે કામગીરી કરીને ફોરેસ્ટર સુત્રેજા, ભેઠાભાઈ, કોડીયા અને પંકજભાઈ દ્વારા આરોપીને સાથે રાખીને કેવી રીતે શિકાર કર્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર અલ્ફેઝ જેઠવા વંથલી

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *