આમંત્રણ
ચાર લેબર કોડ ઉપર એક દિવસીય કાર્યશાળા
માનનીય શ્રી,
ભારતમાં શ્રમ સુધારાઓ અંતર્ગત હાલના વિવિધ શ્રમ કાયદાઓને ચાર શ્રમ કોડ્સમાં સંકલિત કરવામાં આવ્યા છે, જે શ્રમિકોના હક્કો, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી ઉપર દુરગામી અસર કરશે. ગયા મહિને કેન્દ્ર સરકારે ચારેય શ્રમ કોડ્સને નોટિફાય કર્યા છે અને તેમની અમલવારી ટૂંક સમયમાં થવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં, ટ્રેડ યુનિયનો, શ્રમ અધિકાર કાર્યકરો, નાગરિક સમાજ સંસ્થાઓ અને શ્રમિક પ્રતિનિધિઓ માટે આ કોડ્સની જોગવાઈઓને સમજવી અને શ્રમિકોના હિતમાં તેમની અમલવારી માટે સંયુક્ત રીતે વિચારવિમર્શ કરવો અત્યંત જરૂરી બન્યો છે.
આ સંદર્ભમાં, અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચના ઉપક્રમે ચાર શ્રમ કોડ્સ વિષયે એક દિવસની વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વર્કશોપના મુખ્ય હેતુઓ:
- ચાર શ્રમ કોડ્સ અને તેમની મુખ્ય જોગવાઈઓ અંગે સ્પષ્ટ સમજ વિકસાવવી;
- વિવિધ વર્ગના શ્રમિકો ઉપર આ કોડ્સની સંભવિત અસરનું વિશ્લેષણ કરવું;
- શ્રમિકોના હિતમાં અસરકારક અમલવારી માટે વ્યવહારુ રણનીતિઓ અને સામૂહિક પગલાંઓ પર ચર્ચા કરવી;
- શ્રમ ક્ષેત્રમાં કાર્યરત વિવિધ હિતધારકો વચ્ચે સંવાદ અને સમન્વય માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવુ.
આ વર્કશોપમાં આપની સક્રિય ભાગીદારી અને આપના મૂલ્યવાન અનુભવ તથા સૂચનો દ્વારા ચર્ચાને સમૃદ્ધ બનાવવા માટે આપને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
વર્કશોપનું ઉદ્ઘાટન સત્ર ડૉ. ઇન્દિરા હિરવે (આપણા જાણીતા અર્થશાસ્ત્રી) દ્વારા કરવામાં આવશે.
આ વર્કશોપમાં શ્રી એસ. સી. બામણિયા (નિવૃત્ત સંયુક્ત નિયામક – ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય), ડૉ. ડી. સી. બક્ષી (નિવૃત્ત અતિરિક્ત શ્રમ કમિશનર), શ્રી સંજયભાઈ સુથાર, શ્રી અસીમ રોય (ટ્રેડ યુનિયન નેતા), મહેન્દ્ર જેઠમલાણી- પાથેય તથા અન્ય અનુભવી નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
આયોજનના ખર્ચને પહોંચી વળવા માટે પ્રતિભાગી દીઠ રૂ. 200/- સહયોગ રાશી રાખવામાં આવી છે.
સ્થળ: જૂનુ સર્કિટ હાઉસ, ગાયત્રી મંદિર સામે, એરપોર્ટ રોડ, શાહીબાગ,અમદાવાદ
તારીખ: ૨૭-૧૨-૨૦૨૫
સમય: સવારે ૧૦ થી સાંજના ૫.૩૦ સુધી.
(કાર્યક્રમ દરમ્યાન બપોરના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.)
આપના સકારાત્મક પ્રતિસાદ અને સક્રિય ભાગીદારીની આતુરતાપૂર્વક અપેક્ષા રાખીએ છીએ.
વ્યવસ્થાના ભાગ રૂપે આપની સંસ્થામાંથી આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેનારા વ્યક્તિઓની સંખ્યા જણાવવા વિનંતી.
આભાર સહ,
વિપુલ પંડયા ૯૪૨૭૨63563
રમેશ શ્રીવાસ્તવ ૯૮૨૪૮૨૫૫૦૦
સંજય પટેલ ૯૮૯૮૭૦૨૧૯૭
અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ વતી
૦
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











