ફુલ સ્પીડ ચાલતા ગેરકાયદેસર રીતે ચાલતા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકો કોઈ જાતની રોયલ્ટી વગર ચલાવવામાં આવે છે ત્યારે 15 દિવસ અગાઉજ એક મહિલાનું ડમ્પર ના અડફેટે આવતા મોત નિપજ્યું હતું જ્યારે આજ રોજ ભાલેજ નજીક આવેલ ઇસ્માઇલ નગર ખાતે ફુલ સ્પીડે આવતા ડમ્પરે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું છે
ત્યારે આણંદ ખાણ ખનીજ વિભાગ ના અધિકરીઓ ની રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદેસર ખનન પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી તે એક મોટો તપાસનો વિષય બન્યો છે.
જેતે સમયે ઘટના સર્જાય છે તે સમયે કહેવામાં આવે છે કે આ ગેરકાયદેસર ચાલતા ડમ્પરો પસાર થઈ રહ્યા હોવા છતાં આટલા બનાવો બની ગયા છે પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા દેખાડા કરી દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં સરકારને ચૂનો લગાવી પૂરતી માહિતી આણંદ ખાણ ખનીજ ઘ્વારા આપવામાં આવતી નથી. તેવું લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે.
આ બનાવો બનવા પામેલ છે ત્યારે ખનીજ માફિયાઓ પર કોના આશીર્વાદથી ડમ્પરો પસાર થઈ રહ્યા છે. શું તે કાયદેસર છે?
રિપોર્ટર – ઇકબાલ સૈયદ











