ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શ્રી સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોડીનારનું ધોરણ 10 નું 98.57% અને ધોરણ 12 નું 92.68% પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ 10 માં શાળા કક્ષાએ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓમાં 1. મરિયમ કચ્છી–96.94 PR, 2. સુલેખા મેહતા–96.22PR અને 3. અંતરિક્ષ વાઢેળ–95.10PR થી ઉતીર્ણ થયા છે. જ્યારે ધોરણ 12 માં શાળા કક્ષાએ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓમાં 1. પરિન ઐબાણી–97.55PR, 2. મંતશા હાલાઈ–95.54PR અને 3. વિધિ પટેલીયા–95.18PR થી ઉતીર્ણ થયા છે. શાળાના તજજ્ઞ, અનુભવી શિક્ષકો અને વાલીઓના સાથ સહકારથી શાળાનું ઝળહળતું પરિણામ આવવા બદલ શાળાના આચાર્ય શ્રી રણજીતસિંહ ચાવડા સાહેબ અને શાળા મંડળના પ્રમુખ શ્રી જયપાલભાઈ સોલંકી સાહેબે અભિનંદન પાઠવ્યા હતાં. અને ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. રિપોર્ટ રહિશ બાનવા કોડીનાર