Mahir Kalam News

News Website

કચ્છ આદિપુરમાં વિજ્ઞાન જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન અંધશ્રદ્ધા, પાખંડ, ધતિંગથી રાષ્ટ્રને નુકશાન… વિજ્ઞાન જાથા

કચ્છ આદિપુરમાં વિજ્ઞાન જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન અંધશ્રદ્ધા, પાખંડ, ધતિંગથી રાષ્ટ્રને નુકશાન… વિજ્ઞાન જાથા
Views: 112
0 0

Read Time:9 Minute, 41 Second

કચ્છ–ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાયો.

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી છાત્ર-છાત્રાઓને શીખડાવી દેવામાં આવ્યા.

ભૂત-પ્રેત, ડાકણ, પિશાચ, જીન્નાત, ચુડેલનું અસ્તિત્વ જ નથી… જયંત પંડયા.

વિજ્ઞાન શોધથી માનવ જાતનું ઉત્થાન જયારે યુધ્ધ સર્વાંગી વિનાશાકારક.

દેશભરમાં એકમાત્ર ‘જાથા’ ફિલ્ડ ઉપર કામ કરે છે.

અમદાવાદ : કચ્છ–ગાંધીધામ આર્ય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમ ડી.એ.પી. પબ્લિક

સ્કૂલ આદિપુરમાં ૧૨૦૦ છાત્ર-છાત્રાઓમાં અંધશ્રદ્ધા દૂર થાય, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. અંધશ્રદ્ધા, ચમત્કારો, વ્હેમ, પાખંડ, ધતિંગથી દેશને ભારોભાર નુકશાન થાય છે તેની રસપ્રદ માહિતી આપવામા આવી છે. દેશભરમાં જથા છેલ્લા ૩૫ વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરે છે. જાથાનો ૧૦૦૮૦ મો કાર્યક્રમને સફળતા મળી હતી.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન આર્ય સમાજ ગાંધીધામના પ્રધાન વાયોનિધિ આચાર્ય, ગુરૂદત્ત શર્મા, મેનેજર દિપકભાઈ ભટ્ટ, સ્કૂલના સી.ઈ.ઓ. હેતલબેન પરમાર, પ્રિન્સિપાલ દિગંતભાઈ ધોળકીયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટી ગુરૂદત્ત શર્માએ દયાનંદ સરસ્વતીએ અંધશ્રદ્ધા, પાખંડ સામે જેહાદ જગાવી હતી તે આજે વિજ્ઞાન જાથા કરે છે તેનો આનંદ છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણને આભારી છે. વિજ્ઞાનથી માનવ જાત સુખી સંપન્ન થયેલ છે. છાત્ર-છાત્રાઓને તર્કને પ્રાધાન્ય આપવાનો જીવન મંત્ર આપ્યો હતો.

ટ્રસ્ટના પ્રધાન વાયોનિધિ આચાર્ય, મેનેજર દિપકભાઈ ભટ્ટ, સી.ઈ.ઓ. હેતલબેન પરમાર, પ્રિન્સિપાલ દિગંતભાઈ ધોળકીયાએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે જાથાની પ્રવૃત્તિ અંધ વિચારો સામેની છે તેથી સતત સાવધાન રહેવું પડે છે. નવી પેઢી માટે આ પ્રવૃત્તિ ઉપકારક છે. વિજ્ઞાને અનેક રહસ્યો ખોલીને સાચી સમજ આપી છે તેના દ્રષ્ટાંત રજૂ કર્યા હતા.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ૧૨૦૦ છાત્ર-છાત્રાઓને સંબોધતા જણાવ્યું કે વિજ્ઞાનની શોધ માનવ કલ્યાણકારી માટે હોય છે. યુધ્ધ હંમેશા માનવ જાત માટે વિનાશકારી સાબિત થયું છે. યુધ્ધની દુરોગામી અસરો કેટલી હાનિકારક, અવરોધરૂપ છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વિજ્ઞાનનો મંચ કાયમ ખુલ્લો હોય છે તેને સીમા હોતી નથી. શિક્ષણ આવવાથી બે નહિ ચાર આંખની દ્રષ્ટિ મળે છે. પરિવારને સુખી સમૃધ્ધ કરવું હોય તો શિક્ષણની આવશ્યકતા અતિ જરૂરી છે. માનવીને મુશ્કેલીના સમયે વિજ્ઞાન દ્રષ્ટિકોણ લાભપ્રદ છે. યુરોપ ખંડની પ્રગતિનો આધાર વિજ્ઞાન સાથે તર્કના મૂલ્યાંકનને આભારી છે. ભારતમાં શાળા, લેબોરેટરી, વૈદ્યશાળા, પુસ્તકાલય, યુનિવર્સિટી, ઉદ્યોગ-રોજગારી કેન્દ્રની માનવ સમાજ માટે ઉપયોગી છે. ધર્મ કે ધાર્મિક સ્થાને વિશ્વની એકપણ સમસ્યા ઉકેલી શકયા નથી. ધર્માધતા માનવીને પાંગળો બનાવે છે. અતિશ્રદ્ધા અંધશ્રદ્ધામાં સરી પડે નહિ તેની અતિ કાળજી રાખવી જોઈએ. અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી મળી છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવો જોઈએ. કોઈપણ ધર્મના નેતાએ પોતાના દેશની એકપણ સમસ્યા ઉકેલી નથી. પોતાની મહત્તા વધારી લોકોને ધાર્મિક ચિહનો, કર્મકાંડ-ક્રિયાકાંડો તરફ દોરી જઈને શારીરિક, માનસિક આર્થિક શોષણ કર્યું છે તેથી જાગવાની જરૂર છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે પુર્વજન્મ, પુનર્જન્મ, આત્મા વિશેષ સચોટ દાખલો આપ્યો તેમાં ધાર્મિક શાસ્ત્રોમાં જે પ્રકારે જન્મ બાબતે વિચાર, મત દર્શાવે છે તે વિજ્ઞાન કસોટીમાં નાપાસ સાબિત થયેલ છે. પ્રથમ આપણે આપણી જાતને જ પૂછીએ આપણો જન્મ થયો તે પહેલા આપણે કયાં હતા ? જેનો જવાબ એ છે કે માતાના ગર્ભમાં આપણો ચોક્કસ ભાગ આપણા પિતાના શરીરમાંના સુક્ષ્મ શુક્રકણ અને બીજો ચોક્કસ ભાગ માતાના શરીરના સુક્ષ્મ રજકણનું માતાના ગર્ભમાં મિલન થતા આપણા દેહનું ત્યાં પ્રથમ પ્રાગ્ટય થયું. એનો અર્થ સમજી શકાય છે કે પહેલા આપણું આ જગતમાં કોઈ સ્થળે અસ્તિત્વ જ હતું નહિ. અર્થાત તે પહેલા આપણો કોઈ પૂર્વજન્મ હતો જ નહિ, કારણકે એ આપણો પ્રથમ અને છેલ્લો જન્મ હોત. જેથી ધાર્મિક શાસ્ત્રોમાં દર્શાવેલી પુર્વજન્મની વાતો કાલ્પનિક, જુઠી, ગપગોળા સાથે છેતરપિંડીયુક્ત સાબિત થાય છે. આપણું જીર્ણ શરીરમાંથી આત્મા બહાર નીકળી જઈને બીજો નુતન દેહ ધારણ કરે છે તેની સામે પ્રશ્ન થવો જોઈએ કે બીજા મૃત શરીરમાં આત્મા જાય તો જ સાચું કહેવાય પરંતુ તેવું કોઈપણ માતાના ગર્ભમાં જે દેહનું પ્રાગ્ટય થાય છે તે રજકણમાં પ્રથમથી જ ચેતના હોય જ છે. તેથી જ તે બન્ને કણોનું મિલન આપણું પ્રાગ્ટય અને વિકાસ શકય બનાવે છે. બહારના આત્માની વાત જ હંબક છે. એક આત્મા બીજાના શરીરમાંથી દાખલ થાય છે તે મૂળ આત્મા કયાં જાય તેવો તર્ક થવો જોઈએ. વાસ્તવમાં આત્માની સદીઓથી પૃથ્વી ઉપર ગપગોળા જોવા મળે છે. ધૂણે કે સવારી આવે ત્યારે આત્માના પ્રવેશની વાત જ છેતરપિંડી છે. ભ્રામક સાથે બેબુનિયાદ છે. ભારતમાં સદીઓથી કાલ્પનિક વાતો દોહરાવવામાં આવે છે. પૂર્વજન્મ, પુનર્જન્મ, આત્મા બાબતની તમામ વાતો બોગસ વિજ્ઞાને સાબિત કરી શરીર વિજ્ઞાનની રચનામાં ખુલાસો જોવા મળે છે. ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ, ખવીસ, મામો, આસુરી શક્તિ વિગેરે ખોટી વાતો લોકોના મગજમાં ફીટ થઈ ગઈ છે તેને બહાર કાઢવાનું કામ કઠીન સાથે દુષ્કર બની ગયું છે. લેભાગુઓના ષડયંત્રમાં માનવી લાચાર બની ગયો છે. માનવીએ અથાગ મહેનત કરવી પડશે.

જાથાના પંડયાએ વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, સંમોહન, કાનેથી ચિઠ્ઠી વાંચવી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, એકના ડબલ, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, બેડી તુટવી, ધૂણવું-સવારી આવવાની ડિંડક લીલા વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા હતા. મીમીક્રી આર્ટિસ્ટ ઉમેશ રાવે પ્રયોગ નિદર્શન સાથે તેના રહસ્યોની જાણકારી આપી હતી

જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, ભાનુબેન શેઠીયા, ભક્તિબેન રાજગોરએ પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.

જાથાનો ૧૦૦૮૦ મો કાર્યક્રમ સફળ બન્યો હતો. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

ફોટો તસ્વીર :- કચ્છ-આદિપુર પબ્લીક સ્કૂલમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમનું ઉદ્દઘાટન ટ્રસ્ટી ગુરૂદત્ત શર્મા અને વાયોનિધિ આચાર્ય કરે છે. બાજુમાં જયંત પંડયા પ્રયોગોનું નિદર્શન કરતાં અને છાત્ર-છાત્રાઓ દ્રષ્ટિપાત થાય છે.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં ફોટા મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા

મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *