તાજેતરમાં મીઠાપુર મુકામે આવેલા મંગલ કાર્યાલય ખાતે ૫, ૬ અને ૭ મે ૨૦૨૬ દરમિયાન એક ભવ્ય સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ CSPC (કોસ્ટલ સેલિનિટી પ્રિવેંશલ સેલ) દ્વારા TCSRD (ટીસીએસઆરડી) ના સહયોગથી યોજાયો હતો.
મુખ્ય આકર્ષણો અને સહભાગીઓ તરીકે સમર કેમ્પમાં ઓખામંડળ વિસ્તારના ૪૨ ગામડાઓ અને અર્બન વિસ્તારના ૩૦૦ બાળકો જોડાયા હતા.
આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં અભ્યાસ માટે રસરુચિ કેળવાય અને બાળકો નિયમિત શાળાએ જતા થાય તેવો હતો.
આ ઉપરાંત સમર કેમ્પની વિવિધ ગતિવિધિઓ દ્વારા બાળકોમાં એકાગ્રતા વધે, શારીરિક તંદુરસ્તી જળવાય અને અન્ય બાળકો સાથે ભાવનાત્મક વિકાસ સાધાય તેવો ઉદ્દેશ રહ્યો હતો. બાળકોમાં મનોરંજન સાથે વિવિધ કૌશલ્ય વિકાસ માટે અનેક પ્રકારની રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્લાસનો ટાવર, લક્ષ્યસાધ, ફુગ્ગા ફોડ, ત્રણપગી દોડ અને ‘ભભૂતિયો બાવો’ જેવી પરંપરાગત રમતો રમાડવામાં આવી હતી. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં બાળકો આનંદ-પ્રમોદની સાથે શિક્ષણ મેળવે તે હેતુથી ચિત્રકામ, કોલાજ વર્ક, ઓરિગામી, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને કોલાબોરેટિવ આર્ટ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં વાલીઓની સંમતિ અને SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યોનો સહયોગ અત્યંત મહત્વનો રહ્યો હતો.CSPC સંસ્થાના કાર્યકરોના પ્રામાણિક પ્રયત્નોની સાથે TCSRDના સ્ટાફ અને TCL (ટીસીએલ) ના વોલેન્ટિયર્સની હાજરીએ આ કેમ્પની શોભા વધારી હતી અને કાર્યક્રમને પરિણામલક્ષી બનાવ્યો હતો.
તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર.











